અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Ahmedabad Kankariya Carnival Cancel : અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ રદ કરાયો... પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન બાદ નિર્ણય.. સાત દિવસના રાષ્ટ્રીય શોકના કારણે કાર્નિવલ રદ.. અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લીધો.. 31 ડિસેમ્બર સુધી ચાલવાનો હતો કાંકરિયા કાર્નિવલ
Trending Photos
Ex Prime Minister Manmohansinh Died : ગત રાતે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહનું નિધન થયું છે. કેન્દ્ર સરકારે તેમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ કાર્નિવલ રદ્દ કરવા અંગે કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી તા.૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, કાર્નિવલ ઉપરાંત આગામી ફલાવર શોને લઈને પણ અમદાવાદ કોર્પોરેશન અસમંજસમાં છે. 1 જાન્યુઆરીથી શરૂ થતા ફ્લેવર શોની તારીખ બદલાઈ શકે છે. Amc એ આ અંગે પણ વિચારણા શરૂ કરી.
અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ; પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન બાદ લેવાયો નિર્ણય #BreakingNews #ManmohanSingh #DrManmohanSingh #News #Ahmedabad #Gujarat pic.twitter.com/B2FYEMMh98
— Zee 24 Kalak (@Zee24Kalak) December 27, 2024
મોડી રાતે થયું મનમોહનસિંહનું નિધન
આર્થિક સુધારાના નાયક અને ભારતના અર્થતંત્રની કાયાપલટ કરનાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. 92 વર્ષની વયે ડૉ. સિંહે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટર મનમોહન સિંહની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત હતી. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબો સમય સુધી રહેલા પ્રધાનમંત્રી હતા. તેમના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે. એક વિચક્ષણ અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર મનમોહન સિંહે દેશને મંદીમાંથી ઉગાર્યો હતો. તેમને ભારતના આર્થિક સુધારાના જનક કહેવામાં આવે છે. તેમની ઉદારીકરણની નીતિના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થયો હતો. તેમના નિર્ણયની વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાતી હતી. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સહિતની સંસ્થાઓ તેમના પગલાઓની પ્રશંસા કરી ચુક્યું છે. ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશને એક અદના નેતા અને માર્ગદર્શકની ખોટ પડી છે. આજે તેમના પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવશે. પુરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહના નિધન બાદ આખો દેશ શોકમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક એવા મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેમણે આર્થિક નીતિ પર અમીટ છાપ છોડી છે. પીએમ તરીકે તેમણે લોકોનું જીવન સુધારવાનો વ્યાપક પ્રયાસ કર્યો.
ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન બાદ આખો દેશ શોકમાં છે. ટોચના રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને યાદ કર્યા. મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં સામાન્ય લોકો માટે કરેલા કામ અને આર્થિક સુધારાઓની ખડગેએ ઉલ્લેખ કર્યો. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, મે મારા માર્ગદર્શક ગુમાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ મનમોહન સિંહજીની દેશસેવાની ભાવનાને યાદ કરી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી ડૉ. સિંહને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ. સિંહને શાબ્દિક અંજલિ અર્પણ કરી.
સમજી વિચારીને સીધો જવાબ આપતા
સ્વર્ગીય મનમોહન સિંહની છબી સૌમ્ય અને વિનમ્ર વક્તા તરીકે રહી છે. તેઓ હમેશા સમજી વિચારીને સીધો જવાબ આપવામાં માનતા. ત્યારે એવા પ્રસંગની વાત કરીએ જેમા એક દિવસ સંસદમાં મનમોહન સિંહે શાયરીથી સુષ્મા સ્વરાજને જવાબ આપ્યો હતો. સંસદમાં સુષ્મા સ્વરાજ અને મનમોહન સિંહ વચ્ચે શાયરાના અંદાજમાં સામસામી દલીલો થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે