Tata Naxon સાથે સીધી સ્પર્ધા કરવા મહિન્દ્રાએ લોન્ચ કરી XUV 400, ટાટાએ નેક્સનની કિંમતોમાં કર્યો ઘટાડો
Tata Nexon: ભારતીય ઈલેક્ટ્રિક કાર બજારમાં ટાટા નેક્સન સાથે સીધી સ્પર્ધા કરવા માટે અન્ય કોઈ ઇલેક્ટ્રિક કાર ન હતી. પરંતુ, મહિન્દ્રાની XUV400 લોન્ચ થયા બાદ ગેમ બદલાઈ ગઈ છે. એટલું જ નહીં ટાટાએ પોતાની કારની કિંમતો પણ ઘટાડવી પડી.
Trending Photos
Mahindra XUV400: ભારતમાં કાર માર્કેટમાં સતત નવી નવી કારને લોન્ચ કરવામાં આવી રહી છે. ટાટા મોટર્સે હાલમાં થોડા સમય પહેલા માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર નેક્સન લોન્ચ કરી હતી. આ કારનો મુકાબલો કરવા અત્યાર સુધી કોઈ સ્પર્ધક કાર ન હતી. પરંતુ હવે મહિન્દ્રા પોતાની XUV 400 લોન્ચ કરવા જઈ રહી છે. મહિન્દ્રાની આ કાર ટાટા નેક્સનને સીધી ટક્કર આપશે. માર્કેટમાં પોતાનો દબદબો બની રહે તે માટે ટાટાએ નેક્સનની કિંમતોને ઘટાડવી પડી. ટાટાએ નેક્સનનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે હવે બેઝ વેરિયન્ટ બની ગયું છે. આ કારની કિંમત 14.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ નવું વેરિયન્ટ -ટાટા નેક્સન XM છે. આનાથી કારની પ્રારંભિક કિંમતમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. Tata Nexon EV (XM વેરિયન્ટ)માં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, LED DRLs, LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ, ડિજિટલ TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટવોચ કનેક્ટિવિટી, ZConnect કનેક્ટેડ કાર ટેક અને પુશ-બટન સ્ટાર્ટ યુની સુવિધાઓ છે. તેમાં રિયર ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
તમને જણાવી દઈએ કે Tata Nexon EV બે વર્ઝનમાં ઉપલબ્ધ છે - Nexon EV Prime અને Nexon EV Max. હવે Nexon EV Primeની શરૂઆતની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Nexon EV Maxની કિંમત 16.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પ્રાઇમના ટોપ વેરિઅન્ટની કિંમત હવે 17.19 લાખ રૂપિયા છે અને મેક્સના ટોપ વેરિઅન્ટની કિંમત હવે 18.99 લાખ રૂપિયા છે.
બીજી તરફ, મહિન્દ્રા XUV400 ઈલેક્ટ્રિક SUV, રૂ. 15.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે રૂ. 18.99 લાખ સુધી જાય છે. એટલે કે હવે Nexon અને XUV400ના ટોપ વેરિઅન્ટની કિંમત સમાન થઈ ગઈ છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની ગઈ છે.
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે