Vivo V23e 5G Launch: શાનદાર કેમેરા અને દમદાર બેટરી સાથે ભારતમાં વીવોનો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Vivo એ આજે પોતાનો એક મિડ રેન્જ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આવો જાણીએ આ ફોનની ખાસિયત વિશે. 
 

Vivo V23e 5G Launch: શાનદાર કેમેરા અને દમદાર બેટરી સાથે ભારતમાં વીવોનો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ વીવોએ આજે પોતાનો Vivo V23e સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo V23e એક મિડ રેન્જ સ્માર્ટફોન છે, જે પહેલાં ઘણા દેશોમાં લોન્ચ થઈ ગયો છે. આ ડિવાઇસની ચેપસેટને 8GB ram અને 128 GB સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનને 25990 રૂપિયાની રેન્જમાં ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. 

શું છે Vivo V23e માં ખાસ
Vivo V23e માં 50 મેગાપિક્સલના કેમેરાની સાથે 44 વોટની ફાસ્ટ ચાર્જિંગ બેટરી આપવામાં આવી છે. સાથે તેમાં  AMOLED સ્ક્રીન  FHD+ રિઝોલ્યૂશનની સાથે છે. Vivo V23e 5G સ્માર્ટફોનમાં 6.44 ઇંચની ફુલ HD AMOLED સ્ક્રીન 2400x1080 પિક્સલ રિઝોલ્યૂશન જોવા મળશે. 

Vivo V23e પ્રોસેસરમાં શું છે ખાસ
આ ડિવાઇસ મીડિયાટેક ડાઇમેનસિટી  810 Processor ની સાથે આવે છે. તેમાં સારી બેટરી માટે ટૂ આર્મ કોર્ટેક્સ -A76, 2.05GHz ની સાથે ક્લોક અને સિક્સ આર્મ કાર્ટેક્સ-A55 હાજર છે. આ સિવાય ફોન ફનટચ 14 પર રન કરશે જે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ છે. 

Vivo V23e ની બેટરી
Vivo V23e 5G લોન્ગ લાસ્ટિંગ બેટરી માટે 4050mAh battery બેટરી લાઇફ સાથે આવે છે. અહીં તમને ફાસ્ટ ચાર્જિંદ માટે 44-watt adapter આપવામાં આવ્યું છે. 

Vivo V23e ના કેમેરો
કેમેરા લવર્સ માટે Vivo V23e 5G શાનદાર 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપી રહ્યું છે. જે f/2.0 અપર્ચરની સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news