WhatsApp પર હવે ફાઈલ શેરિંગ થશે એકદમ સરળ, આવશે જબરદસ્ત ETA ફીચર

વોટ્સએપે એક નવું ફીચર ETA ફીચર લાવવા જઈ રહ્યું છે. જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે. આ ફીચર તમારા માટે ફાઈલોને શેર કરવાનું ખૂબ જ સરળ બનાવશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે.

WhatsApp પર હવે ફાઈલ શેરિંગ થશે એકદમ સરળ, આવશે જબરદસ્ત ETA ફીચર

નવી દિલ્લીઃ વોટ્સએપે એક નવું ફીચર ETA ફીચર લાવવા જઈ રહ્યું છે. જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે. આ ફીચર તમારા માટે ફાઈલોને શેર કરવાનું ખૂબ જ સરળ બનાવશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે. વોટ્સએપ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. સમય-સમય પર, વોટ્સએપમાં નવા નવા અપડેટ્સ આવતા રહે છે. જેથી યુઝર્સને નવા ફીચર્સ મળતા રહે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એવું જાણવા મળ્યું છે કે વોટ્સએપ એક નવું ફીચર એટલે કે ઈટીએ ફીચર બહાર પાડી રહ્યું છે. જે તમારા માટે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ વગેરે શેર કરવાનું વધુ સરળ બનાવશે અને તમારો ઘણો સમય પણ બચાવશે. ચાલો જાણીએ આ ફીચર શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

WhatsAppનું નવું ફીચરઃ
વાબેટઈન્ફોના નવા રિપોર્ટ અનુસાર, વોટ્સએપ ઈટીએ ફીચર નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર તમારા માટે એપ પર ફાઇલ શેર કરવાનું વધુ સરળ બનાવશે. મોટી ફાઇલો શેર કરતી વખતે, નવી સુવિધા તમને સૂચિત કરશે કે આખી ફાઇલ મોકલવામાં કેટલો સમય લાગશે.

ફાઈલ મોકલવાનું થશે સરળઃ
જો તમે વિચારી રહ્યા હોવ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે, તો અમે તમને જણાવી દઈએ કે  વાબેટઈન્ફો દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ્સ અનુસાર, જ્યારે પણ તમે WhatsApp પર કોઈ  ફાઈલ શેર કરશો, ત્યારે તમને તે ફાઈલનો અંદાજિત સમય મળશે. તે જણાવશે કે તે કેટલો સમય સુધીમાં અપલોડ થશે. 

હાલ આ યુઝર્સ માટે ફીચર ઉપલબ્ધઃ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં આ ફીચર એવા લોકો માટે બહાર પાડવામાં આવ્યું છે. જેઓ વોટ્સએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરે છે. બાકીના યુઝર્સ માટે આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news