Whatsapp Down: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, કંપનીએ કહી આ વાત


Whatsapp Down: સોમવારે ભારતીય સમયાનુસાર રાત્રે 9 કલાક બાદ અચાનક વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ સમસ્યા આવી છે. 

Whatsapp Down: વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, કંપનીએ કહી આ વાત

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે. યૂઝર્સ સોમવારે રાત્રે તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. વિશ્વભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સામે આવી રહી છે. ક્યા કારણે આ સમસ્યા સર્જાય તે હજુ સામે આવ્યું નથી. 

'માફ કરશો, કંઈક ખોટું થયું'
વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકની માલિકી હેઠળ આવે છે અને વહેંચાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. ફેસબુકે તેની વેબસાઈટ પર એક મેસેજ જારી કર્યો હતો, 'માફ કરશો, કંઈક ખોટું થયું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ, અને અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરીશું. એક નિવેદન જારી કરતી વખતે વોટ્સએપે કહ્યું, 'અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને આ સમયે વોટ્સએપ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. અમારી ટીમ આ તકનીકી ખામીને સુધારવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં તમને એક નવું અપડેટ આપવામાં આવશે.

લોકો ટ્વિટર પર તેની ફરિયાદ કરી રહ્યાં છે. મહત્વનું છે કે વિશ્વભરમાં કરોડો લોકો વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા છે. 

ફેસબુક વેબસાઇટ પર એક સંદેશમાં લખવામાં આવી રહ્યું છે, સોરી, કંઈ સમસ્યા છે, અમે તેના પર કામ કરી રહ્યાં છીએ અને જલદીથી જલદી તેને શરૂ કરવામાં આવશે. 

— ANI (@ANI) October 4, 2021

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય પ્લેટફોર્મની માલિકી ફેસબુકની પાસે છે અને તત્કાલ મેસેજ મોકલવા કે ફોટો શેર કરવા અને સોશિયલ નેટવર્કિંગના મામલામાં તેનું ભારતીય માર્કેટમાં વર્ચસ્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news