Whatsapp ના નવા ફીચરને જાણી લો, નહીતર આપમેળે ગાયબ થઇ જશે મેસેજ

વોટ્સએપ પર યૂઝર મેસેજ સાથે ટાઇમ સેટ કરી શકશે. પછી તે નક્કી સમય બાદ મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે. આ ઇશારો તાજેતરમાં પબ્લિશ થયેલા FAQ પેજ દ્વારા પ્રાપ્ત થયો છે.

Whatsapp ના નવા ફીચરને જાણી લો, નહીતર આપમેળે ગાયબ થઇ જશે મેસેજ

નવી દિલ્હી: જલદી જ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) પર એક નવું ફીચર રોલઆઉટ થવાનું છે. આ ફીચરની મદદથી યૂઝર્સના મેસેજ આપમેળે ગાયબ થઇ જશે. જો તમે જીમેલ (Gmail), સિગ્નલ, ટેલીગ્રામ (Telegram), સ્નૈપચેટ (Snapchat) નો ઉપયોગ કરે છે. તો અહીંયા કોઇને કોઇ રૂપમાં ડિસઅપીયરિંગ મેસેજનું ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરની ખાસ વાત એ છે કે મેસેજ મોકલ્યાના નિર્ધારિત સમય બાદ આ મેસેજ જોઇ અથવ વાંચી લેશે, તે મેસેજ ગાયબ થઇ જશે. 

વોટ્સએપ પર યૂઝર મેસેજ સાથે ટાઇમ સેટ કરી શકશે. પછી તે નક્કી સમય બાદ મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે. આ ઇશારો તાજેતરમાં પબ્લિશ થયેલા FAQ પેજ દ્વારા પ્રાપ્ત થયો છે. તમને જણાવી દઇએ કે આ નવા ફીચરની જાણકારી શરૂઆતી રૂપથી ગત વર્ષે સામે આવી હતી, જેમાં યૂઝર્સ સાત દિવસની અંદર પોતાની ચેટથી મેસેજને ગાયબ કરી શકે છે. 

WeBetainfo એ સાર્વજનિક કરી જાણકારી
WeBetainfo દ્રારા સાર્વજનિક કરવામાં આવેલી જાણકારી અનુસર આ ફીચર ફક્ત સાત દિવસ માટે વેલિડ રહેશે. યૂઝર્સ પાસે પોતાની તરફત્ર્હી મેસેજને ગાયબ કરવા માટે કસ્ટમાઇઝ વિકલ્પ ઉપલબ્ધ નહી હોય, જેવી સુવિધા Telegram પર મળે છે. આ ફીચરની તે શરૂઆતી વર્જનથી અલગ છે, જોકે ગત વર્ષે એંડ્રોઇડ માટે વોટ્સએપના પબ્લિક બીટા રિલીઝમાં જોવા મળ્યું હતું. તે વર્જન નક્કી સમયગાળા બાદ કોઇ મેસેજને ગાયબ થવાની સુવિધા મળતી હતી. 

એક્સપાયરિંગ મેસેજ ફીચરની માફક આ ફીચર ઉપયોગકર્તાઓએ એક્સપાયરિંગ મીડિયા (પિક્ચર્સ, વીડિયો અને GIF) મોકલવાની પરવાનગી આપશે જે પ્રાપ્તકર્તાની ચેટ છોડ્યા બાદ આપમેળે ગાયબ થઇ જશે.  

પરંતુ ખાસ વાત એ છે કે સંદેશ આપમેળે (ટાઇમર અનુસાર) થયેલા મીડિયાના ગયા પછી સ્ક્રીન પર 'This media is expired' (આ મીડિયાની સમય સીમા સમાપ્ત થઇ ગઇ છે) જેવો સંદેશ નહી આવે. એક્સપાયરિંગ મીડિયા ચેટ દરમિયાન એક અલગ રીતે જોવા મળશે, જેથી તમે સરળતાથી સમજી શકશો કે મીડિયા જલદી સમાપ્ત થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news