ટ્રેક્ટરમાં આગળના અને પાછળના ટાયર કેમ હોય છે નાના-મોટા? જાણો આવી બીજી અજાણી વાતો

ટ્રેક્ટરમાં આગળના અને પાછળના ટાયર કેમ હોય છે નાના-મોટા? જાણો આવી બીજી અજાણી વાતો

નવી દિલ્લીઃ આધુનિક ખેતિમાં ખેડૂતોને સાથી ગણાય છે ટ્રેક્ટર.ત્યારે ટ્રેક્ટર શબ્દ ‘ટ્રેક્શન’ પરથી બન્યો છે.જેનો અર્થ છે ખેંચવું.એટલા માટે ટ્રેક્ટર ભારે સામાનની હેરફેર અને જમીનની ખેડ કરવા માટે વપરાય છે. સૌથી પહેલા એ જાણવું ખુબ જ જરૂરી છે કે ટ્રેક્ટર એટલે શું.તે બીજા વાહનોથી કેમ અલગ છે.ટ્રક્ટરમાં આગળના ટાયર નાના અને પાછળના ટાયર મોટા કેમ હોય છે.ટ્રેક્ટર વગર આધુનિક ખેતી શક્ય બની શકે તેમ નથી.આધુનિક જમાનાની ખેતી હવે ટ્રેક્ટર આધારિત બની ગઈ છે.એટલે જ ટ્રેક્ટરને ખેડૂતનો સાચો સાથી પણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ટ્રેક્ટરનું એન્જીન ખુબ જ શક્તિશાળી હોય છે.પરંતુ આ ફક્ત માન્યતા છે સાચું નથી.વજનદાર વસ્તુઓની હેરફેર કરવા માટે વપરાતા ટ્રેક્ટરનું એન્જીન શક્તિશાળી હોવાની લોકોમાં માન્યતા જ છે.ખરેખર કારની સરખામણીએ ટ્રેક્ટરના એન્જીનની તાકાત ઓછી હોય છે.તો પછી તમને સવાલ થશે કે તો પછી કાર કરતા ટ્રેક્ટરની ભારે વસ્તુનું વહન કરવાની ક્ષમતા કેમ વધુ છે.

ટાયર નાના-મોટા કેમ હોય છે-
ટ્રેક્ટરનું એન્જીન ઓછું તાકાત વાળું હોય પરંતુ ભારે વસ્તુના વહેનની શક્તિ વધુ હોય છે.કારની સરખામણીએ ટ્રેક્ટરનું એન્જીનની ક્ષમતા બે તૃતીયાંશ જ હોય છે.પરંતુ ટ્રેક્ટરમાં પૈડાં ફેરવવા કે ખેંચવાની ક્ષમતા દોઢ ગણી હોય છે.ગીયરની મદદથી ટ્રેક્ટરની સ્પીડ ઓછી કરીને કારથી વધુ ભારે વસ્તુના વહન કરવાની શક્તિ વધારવામાં આવે છે.ટોર્ક કરવાની આ ખાસ સિસ્ટમથી જ તેનું નામ ટ્રેક્ટર પડ્યું.

પાછળના ટાયર મોટા લગાવવાનું કારણ શું છે-
સામાન્ય વાહનો કરતા ટ્રેક્ટર કાદવ, કીચડ કે ભીની માટીમાં વધુ સરળતાથી કામ કરી શકે છે.ગ્રીપ ઓછી હોવાથી સામાન્ય વાહનો કાદવ-કીચડમાં સ્લીપ થઈને ફસાઈ જતા હોય છે.પરંતુ ટ્રેક્ટરમાં સારી ગ્રીપ અને પાછળના ટાયર મોટા હોવાથી તે સ્લીપ થયા વગર સરળતાળી હેરફેર કરી શકે છે.સારી પકડ સાથે કાદવ-કીચડમાં સરળતાથી બહાર નીકળી શકે તેના માટે ટ્રેક્ટરમાં પાછળના ટાયર મોટા રાખવામાં આવે છે.

આગળના ટાયર નાના કેમ હોય છે-
ટ્રેક્ટરમાં આગળના ટાયર નાના લગાવવાથી વળાંક લેવામાં સરળતા રહે છે.જમીનની ખેડ, વાવણી, પાકની કાપણી સહિત ભારે માલસામાનની હેરફેર માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે.જેથી ટ્રેક્ટર સરળતાથી વળાંક લઈ શકે તેવી સીસ્ટમ ખુબ જ જરૂરી હોય છે.આગળના વ્હીલ નાના હોવાથી ખેતરમાં કામ કરતી વખતે આગળ જોવામાં સરળતા રહે છે.સાથે સાંકડી જગ્યામાં સરળતાથી વળી શકે તેના માટે આગળના ટાયર નાના રાખવામાં આવે છે.

અલગ અલગ ટાયરથી અનેક ફાયદા-
ટ્રેક્ટરના કામને ધ્યાને રાખી તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.ટ્રેક્ટરમાં એન્જીન આગળ હોય છે જેથી વજનને બેલેન્સ કરવા માટે પાછળના ટાયર મોટા રાખવામાં આવે છે.મોટા ટાયર લગાવવાથી જ્યારે વજન ખેંચવાનું હોય ત્યારે ટ્રેક્ટર આગળથી ઉંચુ નથી થતું.

ચારેય ટાયર સરખા હોય તેવા ટ્રેક્ટર-
આધુનિક ટેક્નોલોજીનો વિકાસ થયો તેમ ટ્રેક્ટરની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.હવે માર્કેટમાં ચારેય ટાયર એક સરખા હોય તેવા ટ્રેક્ટર પણ આવી ગયા છે.જેમાં ટ્રેક્ટરના આગળના અને પાછળના ચારેય વ્હીલ એક સમાન મોટા હોય છે.એક સમાન ટાયર હોવાથી આવા ટ્રેક્ટરને સામાન ખેંચવા વધુ શક્તિ મળે છે.જે વિકટ સ્થિતિમાં પણ ફસાયા વગર બહાર નીકળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news