Xiaomi CyberOne: શાઓમીએ માર્કેટમાં લોન્ચ કર્યો માનવ ભાવના સમજતો રોબોર્ટ, જાણો શું છે ખાસિયત

Xiaomi CyberOne: શાઓમીએ સાયબરવન નામનો હ્યુમનોઈડ રોબોટ લૉન્ચ કર્યો છે. આ માનવીય ભાવનાઓને સમજી શકે છે અને દુનિયાના 3D દ્રશ્યનું પુનર્નિર્માણ કરી શકે છે.

Xiaomi CyberOne: શાઓમીએ માર્કેટમાં લોન્ચ કર્યો માનવ ભાવના સમજતો રોબોર્ટ, જાણો શું છે ખાસિયત

Xiaomi CyberOne Robot Launched: ગુરૂવારના શાઓમીએ તેમનો પહેલો હ્યુમનોઈડ રોબોટ સાયબરવન લોન્ચ કર્યો છે. આ રોબોટ તે રીતે જ કામ કરે છે જેવું તમે ફિલ્મોમાં જોયું હશે. આ રોબોટમાં માનવ જેવી ક્ષમતાઓ આપવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે આ રોબોટ માનવ ભાવનાઓને સમજી શકે છે જેમ કે, દુ:ખ, ગુસ્સો, ખુશી વગેરે ઇમોશન્સને આ રોબોટ બખુબી સમજી શકશે અને આ કારણથી તેને એક મોટી ક્રાન્તિ માનવામાં આવી રહી છે. તેને લઇને વિજ્ઞાન જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જોકે, આપણે તેને આ રીતે પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છી કે ક્યાંક આ રોબોટ આગળ જઈને માણસો માટે ખતરો બની જાય, કેમ કે સાયન્સ ફિક્શન ફિલ્મોમાં ઘણી વખત આવું થતા જોવા મળ્યું છે.

AI ને લઇને પણ મળી ચૂકી છે ચેતવણી
તમને જણાવી દઈએ કે, AI ને લઇને દુનિયાભરમાં તમામ પ્રકારની વાતો થાય છે અને એટલું જ નહીં આ માનવ જાતિ માટે ખતરા તરીકે પણ જોવામાં આવે છે. એવામાં આ રોબોટના માર્કેટમાં લોન્ચ થયા બાદ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. આ રોબોટ વાસ્તવમાં માનવ ભાવનાઓને સમજી શકે છે અને આ કારણથી લોકોના મગજમાં એકવાર તો ચોક્કસપણે આવી શકે છે કે શું આ રોબોટ ખતરનાક છે કે નહીં.

શું છે આ રોબોટની ખાસિયત
સાઈબરવન 177cm લાંબો છે અને તેનું વજન 52 kg છે અને તેની આર્મ સ્પેન 168cm છે. આ રોબોટમાં 1.5 કિગ્રા સુધી વજન ઉપાડવા માટે સક્ષમ છે. શાઓમીનું કહેવું છે કે સાયબરવન 3D સ્પેસને સમજી શકે છે અને લોકો, તેમના હાવભાવને ઓળખી શકે છે. તેમાં એઆઇ-સંચાલિત સિમેન્ટિક્સ રેકગ્નિશન એન્જિનની સાથે સાથે વોકલ ઇમોશન આઇડેન્ટિફિકેશન એન્જિન પણ છે. જેનો અર્થ છે કે આ 85 પ્રકારની પર્યાવરણીય અવાજો અને માનવ લાગણીઓને 45 વર્ગીકરણોને ઓળખી શકે છે. શાઓમીનું કહેવું છે કે આ દુ:ખના સમયમાં તમને રાહત આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news