Photos: Redmi Note 5ની તમામ ખુબીઓની તસ્વીરો થઇ લીક

લાંબા સમયથી જે ફોનની રાહ જોવાય છે તે ફ્લેગશિપ કિલર મોબાઇલનાં સ્પેસિફિકેશન્સ લીક થયા

  • ફોનની 15 હજાર આસપાસ કિંમત રાખવામાં આવે તેવી શક્યતા
  • ડ્યુઅલ કેમેરા અને ફિંગરપ્રિંટ સેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
  • જો કે સેમસંગ S8 જેવી ખુબ જ પાતળી બેઝલ જોવા મળશે

Trending Photos

Photos: Redmi Note 5ની તમામ ખુબીઓની તસ્વીરો થઇ લીક

અમદાવાદ : ગત્ત મહિને Redmi Note 5 સંદર્ભમાં કેટલીક માહિતીઓ સામે આવી હતી. ત્યારે આ સ્માર્ટફોનની કેટલીક કથિત તસ્વીરો પણ લીક થઇ છે. આ તસ્વીરમાં સ્માર્ટફોનને દરેક એંગલથી જોઇ શકાય છે. જે તસ્વીરો સામે આવી છે તેમાં ટોપ અને બોટમ બંન્ને જગ્યાએ ખુબ જ પાતળા બેજલ્સ જોવા મળી રહ્યા છે. જે સેમસંગ ગેલેક્સી S8 જેવા લાગી રહ્યા છે. સાથે જ બેક વર્ટિકલમાં ડ્યુઅલ કેમેરાનો સેટઅપ જોવા મળી રહ્યો છે. ઉપરાંત કેમેરાની નીચે ફિંગરપ્રિંટ સ્કેનર પણ દેખાઇ રહ્યું છે.

આ લીક તસ્વીર છેલ્લી લીક તસ્વીરને ઘણા અંશે મળતી આવે છે. જો કે આ તસ્વીરોને ફાઇનલ પ્રોડક્ટની તસ્વીર માની શકાય નહી. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi Note 5માં એલ્યુમિનિયમ બોડીની સાથે 5.99 ઇન્ચની FHDપ્લસ 1080 * 2160 પિક્સલ 18:9 IPS LCD ડિસપ્લે આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

આ સ્માર્ટફોનમાં 3 અથવા 4 જીબી રેમની સાથે સ્નેપડ્રેગન 636 CPU આપવામાં આવી શકે છે, જે Redmi Note 4નાં સ્નેપ ડ્રેગન 625ની તુલનાએ અપગ્રેડેડ હશે. ડ્યુઅલ કેમેરા સેટઅપની વાત કરીએ તો 16 મેગા પિક્સલ અને 5 મેગા પિક્સલનો કેમેરો હોઇ શકે છે. જો બેટરીની વાત કરીએ તો તેમાં 4100 એમએએચની બેટરી આપવામાં આવી શકે છે. ગ્રાહકને આ ફોન ગ્રે બ્લેક અને બ્લૂ કલરનાં ઓપ્શનમાં મળી શકે છે.

જો કે સૌથી મહત્વની બાબત છે કે આટલી સુવિધાઓ સાથેના ફોનની કિંમત કેટલી હશે તે જાણવામાં લોકોને રસ છે. પરંતુ 64 જીબી રોમ અને 4 જીબી રેમ સાથેનાં આ આધુનિક ફોનની કિમત 15 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news