અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપુર, 10 ગામ સંપર્ક વિહોણા

અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપૂરથી ભયનજક સપાટી વટાવી રહી છે. જેને કારણે શામળાજી પાસે ચેકડેમ પર પાણીની ધસમસતા વહેણને કારણે રસ્તો બંધ કરાયો છે. ગોખરવા-મહાદેવગ્રામ કોઝવે પર પાણીથી 10 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વાંદીયોલ પાસે પણ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. મેશ્વો નદી કિનારાના અનેક વિસ્તારો અને કોઝવે પાણીમાં ગરકાવ બન્યા છે.

Trending news