T20I માં પહેલીવાર જોવા મળ્યું આવું કારનામું! 272 રનનો પીછો કરવા ઉતરેલી આ ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ

આ મેચમાં ટી20 ઈતિહાસમાં કદાચ જ આવું પહેલીવાર જોવા મળ્યું કે જ્યારે કોઈ ટીમ લક્ષ્યનો પીછો કરતા કરતા માત્ર 7 રનમાં જ પેવેલીયન ભેગી થઈ ગઈ. આ શરમજનક રેકોર્ડ હવે કઈ ટીમના નામે નોંધાયો તેની વિગતો જાણો. 

T20I માં પહેલીવાર જોવા મળ્યું આવું કારનામું! 272 રનનો પીછો કરવા ઉતરેલી આ ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ

આઈસીસી મેન્સ ટી20 વિશ્વ કપ આફ્રીકા સબ રિજિયોનલ ક્વોલિફાયર સી 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે એક મેચ રમાઈ ગઈ. આ મેચમાં ટી20 ઈતિહાસમાં કદાચ જ આવું પહેલીવાર જોવા મળ્યું કે જ્યારે કોઈ ટીમ લક્ષ્યનો પીછો કરતા કરતા માત્ર 7 રનમાં જ પેવેલીયન ભેગી થઈ ગઈ. આ શરમજનક રેકોર્ડ હવે કઈ ટીમના નામે નોંધાયો તેની વિગતો જાણો. 

7 રન પર ઓલઆઉટ
આ મેચને જીતવા માટે નાઈજીરિયાએ આઈવરી  કોસ્ટ સામે 272 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. જેનો પીછો કરવા  ઉતરેલી આઈવરી  કોસ્ટની ટીમ 7.3 ઓવરમાં માત્ર 7 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. આઈવરી કોસ્ટના સાત બેટ્સમેન આ મેચમાં ખાતુ પણ ખોલી શક્યા નહીં. આ ઉપરાંત 3 બેટ્સમેને 1-1-1 રન કર્યો અને એક જ બેટર 4 રન સુધી પહોંચી શક્યો. નાઈજીરિયા તરફથી બે બોલરોએ 3-3 વિકેટ અને એક બોલરે 2 વિકેટ લીધી. 

Ivory Coast needs 272 runs from 20 overs to win.

— ICC Africa (@ICC_Africa_) November 24, 2024

નાઈજીરિયાએ કર્યા 270 રન
આ મેચમાં ટોસ જીતીને નાઈજીરિયાએ પહેલા બેટિંગ  કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન કર્યા હતા. નાઈજીરિયા તરફથી બેટિંગ કરતા સેલિમ સલાઉએ શાનદાર સદી ફટકારી. પોતાની ઈનિંગ દરમિયાન સેલિમ સલાઉએ 13 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગો માર્યો. 

Nigeria 271/4 in 20 overs, Ivory Coast 7/10 in 7.3 overs

— ICC Africa (@ICC_Africa_) November 24, 2024

આઈવરીની ટીમ સેલિમને આઉટ કરી શકી નહતી. જો કે સેલિમ રિટાયર્ડ હટ થયો હતો. નાઈજીરિયાના બેટર્સે આઈવરી કોસ્ટના બોલરોની ખુબ પીટાઈ કરી હતી. બે બોલરોએ 50-50 થી વધુ રન કર્યા હતા. આ ઉપરાંત બે  બેટરોએ અડધી સદી ફટકારી હતી. નાઈજીરિયાએ આ મેચ 264 રનથી જીતી લીધી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news