ગુજરાતની તમામ ચેકપોસ્ટ બંધ થતા, કહી ખુશી..કહી ગમ જેવી સ્થિતિ, જુઓ વીડિયો
ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતાં નેશનલ હાઇવે ઉપર છોટાઉદેપુર ખાતે વર્ષોથી એક નાનકડી ઓરડીમાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ કાર્યરત છે. બે વર્ષ પહેલાં ચેકપોસ્ટ ની એક નવીન ઈમારત બનાવવા સરકારે મંજૂરી આપી. આ ઇમારતનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર થી 7 કિમિ ના અંતરે 3.70 કરોડ ના ખર્ચે નિર્માણ કાર્ય ચાલુ છે. સંપૂર્ણ સુવિધા સંપન્ન આ છોટાઉદેપુર આર.ટી.ઓ. ચેકપોસ્ટ ની ઇમારતનું કામ લગભગ પૂર્ણાંતાના આરે છે ત્યારે સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે તેવામાં કરોડોનો ખર્ચ કરી બનાવવામાં આવેલ બિલ્ડીંગ નું આગળ શું થશે તેવો સવાલ ઉભો થયો છે.