બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ચોંકાવનારો ખુલાસો, જુઓ સમગ્ર અહેવાલ

તાજેતરમા જ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk)ની પરીક્ષામાં અનેક સ્થળો પર ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અનેક સ્થળો પર વિરોધો અને ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતી મુદ્દે મહત્વનો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યના અનેક સેન્ટરો પર કેવી રીતે ચોરી અને ગેરરીતિ થઈ હતી તેના સીસીટીવી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા બતાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ નિરીક્ષકની સામે જ ચોરી કરી રહ્યા છે તેમ છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યાં.

Trending news