ભાગલપુરઃ કુતરા અને કોબરાની ખતરનાક લડાઈમાં કોણ જીત્યું? જૂઓ...

બિહારના ભાગલપુરમાં કુતરાઓની વફાદારીનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. 4 પાલતુ કુતરાઓએ પોતાના માલિક અને પરિવારની સલામતી માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો. શહેરના સાહેબગંજ વિસ્તારામં ગંગા નદીના કિનારે એક પરિવાર રહે છે. તેમના ઘરમાં ગત રાત્રીએ એક કોબરા સાપ ઘુસી ગયો હતો. આ દરમિયાન ઘરના 4 પાલતુ કુતરાઓએ તેને ઘેરી લીધો અને તેને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા. કુતરા અને કોબરાની આ લડાઈમાં કોબરાએ અનેક વખત કુતરાઓને ડંખ માર્યા હતા. તેમ છતાં જ્યાં સુધી કોબરા પાછો ન ગયો ત્યાં સુધી કુતરા તેની પાછળ લાગ્યા રહ્યા. સવારે પરિવાર જાગ્યો ત્યારે ચારેય કુતરાનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

Trending news