ભક્તિ સંગમ: પોરબંદરના લંકેશ્વર મહાદેવ દૂર કરે છે ભક્તોના કષ્ટ

પોરબંદરમાં આવેલા પ્રાચિન લંકેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અને એવુ પણ કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવના મંદિરે સાત નારીયળ અને ચુંદડી ચડાવી કોઈ પણ મનોકામના કરવામાં આવે તો લંકેશ્વર મહાદેવ તેમની મનોકામના જરુરુથી પૂર્ણ કરે છે. તો દુધેશ્વર મહાદેવનો પણ દુધ ચડાવી કોઈ પૂજા અર્ચના કરાતા તેઓની મનોકામના પૂર્ણ થાય છે તેથી શિવભક્તો સવારથી જ અહી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. તો એવુ પણ કહેવાય છે કે,સ્વામી વિવેકાનંદ જ્યારે પોરબંદરમાં આવ્યા હતા ત્યારે તેઓએ આ મંદિરના દર્શન કર્યા હોવાનો ઉલેખ્ખ પણ ઈતિહાસમાં જોવા મળે છે. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો લંકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ઘન્યતા અનુભવી રહ્યા હોવાનુ જણાવી રહ્યા છે.

Trending news