છોટા ઉદેપુર પોલીસની માનવતા, ગુમ થયેલા યુવકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
ગુજરાતના જ એક પોલીસ જવાને પરિવારથી વિખુટા પડેલા એક માનસિક અસ્વસ્થ યુવાનને ના માત્ર લોકોના મારથી બચાવ્યો પણ તેનું તેના પરિવાર સાથે મિલન કરાવી જે માનવતાની મહેક પ્રસરાવી છે. તે જોતા ચોક્કસ આ પોલીસ જવાનને સલામ કરવાનું મન થાય. છોટાઉદેપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો નરપત સિંહ પસાર થઇ રહ્યો હતો ત્યારે દુમાલી નજીક એક વ્યક્તિને કેટલાક છોકરાઓ ચોર માનીને માર મારી રહ્યા હતા ત્યારે તેને બચાવ્યો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.