ગુજરાત કોંગ્રેસના મુખ્ય બે નેતાઓને દિલ્હીનું તેંડુ, આજે રાત્રે હાઇકમાન્ડ સાથે કરશે બેઠક
ગુજરાતના રાજ્યસભાના આગામી સાંસદ કોણ? આ સવાલ રાજકારણમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના મનમાં સળવતો હોય છે ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાની સીધી ચૂંટણી નથી થતી પણ ચૂંટાયેલા ધારાસભ્યો તેમાં મતદાન કરતા હોય છે. આ વખતે ભાજપની બેઠકો ઘટતાં અને કોંગ્રેસની બેઠકો વધતાં આ ચર્ચાએ વધારે કૂતુહલ સર્જયુ છે કે હવે કયા ચાર નેતાઓને રાજ્યસભાની ટીકીટ મળશે?