ખાતર કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે આ રીતે ઘડી રાજનીતિ
ખાતર કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના કિસાન સેલના આગેવાનો પણ આ રજૂઆતમાં જોડાયા હતાં. GSFCના જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માગ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોનું કૌભાંડ અંગે નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પણ રજૂઆત કરવાનું આયોજન છે.