કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત

ચોમાસામાં પાક નિષ્ફળ ગયા બાદ હવે કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. સિંચાઈ વિભાગ પાણી ન આપતું હોવાથી હવે રવિ પાક નિષ્ફળ જાય તેવો રાજ્યના ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ પંથકના ખેડૂતોની સિંચાઈના પાણી વગર હાલત કફોડી બનતી જાય છે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા ત્યાર બાદ તીડોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હવે વાવ પંથકના ખેડૂતોએ ફરીથી મોંઘા બિયારણ લાવીને પોતાના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે પરતું વાવની નર્મદાની બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે બાલુત્રી સહિત 4 ગામના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર તેમને પાણી નહી આપે અને તેમનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે.

Trending news