તુક્કલને કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ઘાસચારો બળીને ખાખ

સરકારના પ્રતિબંધ છતાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ તુક્કલ ઉડ્યા છે. તુક્કલને પડવાને કારણે પાટણના ચાણસ્મામાં આગ લાગી હતી. જેને કારણે પાંજરાપોળમાં લાગેલી આગમાં પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાઇવેટ પાણીના ટેન્કર તથા પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરના પાણીના મારાથી આગ કાબૂમાં લાવવાના પ્રયાસ કરાયો હતો. ચાણસ્માના સ્થાનિક યુવાનો પણ મદદે દોડી આવ્યા હતા.

Trending news