ફ્રાન્સ પુલવામા આતંકી હુમલાના દોષિત મસૂદની સંપત્તિઓ જપ્ત કરશે
પુલવામા આતંકી હુમલાના દોષિત અને જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહરને લઈને ફ્રાન્સે મોટું પગલું ભર્યું છે. ફ્રાન્સ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે તે ફ્રાન્સમાં આતંકી મસૂદ અઝહરની તમામ સંપત્તિઓ જપ્ત કરશે. જેને ભારત માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માટે ફ્રાન્સે અમેરિકા અને બ્રિટન સાથે સમર્થન કર્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને વીટો વાપરીને અડિંગો જમાવતા મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થઈ શક્યો નહીં.