સુરત જિલ્લામાં બોગસ પત્રકારોની ટોળકી ઝડપાઈ
સુરત જીલ્લામાં પત્રકારો બની લોકો પાસે થી પૈસા પડાવનાર બોગસ ટોળકી કામરેજ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. કામરેજના વિકેન્ડ હોમમાં મહિલા સાથે આ તોડબાજ બોગસ પત્રકારોએ ગેંગ રેપ કર્યો હતો. પત્રકારોની ટોળકી સાથે આવેલી બે મહિલાઓએ ૪૦ હજારના સોનાની અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસે ૬ તોડબાજ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કામરેજ પોલીસે ૬ પૈકી ૨ મહિલા અને એક શાકા ભરવાડની ધરપકડ કરી છે.આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રીંકુ હજુ પોલીસ પકડથી દુર છે.