લંડનમાં ભારતીય હાઇ કમિશનની બહાર પાકિસ્તાની પ્રદર્શનકારીઓનું હિંસક પ્રદર્શન
પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન સામે પ્રદર્શનના સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રદર્શનકર્તાઓએ ભારતીય હાઇ કમિશન પર ઈંડા ફેક્યા છે. લંડનના મેયર સાદિક ખાને પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યની નિંદા કરી છે. સાદિક ખાને તેમના ટ્વિટ પર લખ્યું કે, હું આ અસ્વિકાર્ય વ્યવહારની સંપૂર્ણ રીતે નિંદા કરું છું અને આ ઘટનાને અંજામ આપનારા લોકો પર કાર્યવાહી કરવા માટે મેટ પોલીસ યુકે સમક્ષ મૂકવામાં આવ્યો છે.