સારો વરસાદ છતાં ઓલપાડના ખેડૂતો કેમ ચિંતામાં? જુઓ 'ગામડું જાગે છે'

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છતાં ઓલપાડના ખેડૂતો ચિંતામાં છે. કારણ કે તેમણે જોઈએ તેટલા વરસાદમાં વાવેતર તો કર્યું હતું પરંતુ તે વાવેતર વધુ પડતા પાણીના કારણે નિષ્ફળ જવાની ભીતિ છે, અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાક કોહવાઈ રહ્યાં છે. સમગ્ર ઓલપાડમાં 70 હજાર એકરમાં ડાંગરનો પાક લેવાય છે પરંતુ આ વર્ષે 70 ટકા જ વાવણી કરી હતી અને 30 ટકા ડાંગરની બાકી રહેલી વાવણી વરસાદે વિરામ લેતા શરુ કરાઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષની વાવણી દોઢ માસ મોડી છે તેથી ઉત્પાદન પણ ઓછું થવાની આશા છે. અને આ ઉત્પાદનના કારણે નુક્સાનીનો આંકડો 70 કરોડથી વધુનો થાય છે.

Trending news