ઈસરોની વધુ એક સિદ્ધી, આજે છોડશે 9 ઉપગ્રહ
ઇસરો આજે ફરી એક વખત અંતરિક્ષના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે બપોરે 3-25 વાગ્યે સૌથી તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે. દેશના સૌથી લેટેસ્ટ એવા આ જાસૂસી સેટેલાઇટનું નામ રીસેટ 2-બીઆર-1 છે. જે સમગ્ર પૃથ્વી પર નજર રાખનારો રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે આ સેટેલાઇટનું વજન 628 કિલોગ્રામ છે. પીએસએલવી સી-48 રોકેટ 2-બીઆર-1 લોન્ચ થશે. જેને 576 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.2-બીઆર-1 અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઇમેજીંગની તાકાતમાં અનેક ગણો વધારો થઇ જશે.