2012માં પ્રદેશમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં પહોંચ્યા હતા જેપી નડ્ડા, આવો છે રાજકીય ઈતિહાસ
આજે જે.પી. નડ્ડા ભાજપના 12માં રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. બપોરે 2.30 કલાકે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને 5000 થી વધુ કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરાશે. જે પી નડ્ડાને શુભેચ્છા આપવા માટે પ્રદેશ ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. 2012માં પ્રદેશમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં જેપી નડ્ડા પહોંચ્યા હતા. જે બાદ 2014માં મોદી સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા હતા. અને 2019માં નડ્ડાને ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા. જે પી નડ્ડાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ટીમમાં 2013થી 2019 સુધી મહત્વની ભૂમિકા ભજવી છે અને જે પી નડ્ડાને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનું પણ સમર્થન રહ્યું છે.