સુરેન્દ્રનગર : ફિલ્મી સ્ટાઇલથી લોકડાયરામાં નોટોનો વરસાદ

દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો.

Trending news