મોટર વ્હીકલ એક્ટના સમર્થન આપવા હેલ્મેટ પહેરીને ગરબે રમ્યા ખેલૈયા
નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા.