રાજ્યના અનેક ગામડાંઓમાં વીજપુરવઠો ખોરવાયો

અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. પરંતુ ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા સુદામાં સેતુ પર યાત્રિકોની અવરજવર પર 3 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને દરિયાકાંઠે ન જવા તાકિદ આપવામાં આવી છે.

Trending news