russia
Russia એ ભારત સહિત 4 દેશોની ઉડાન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો, જાણો ક્યારથી શરૂ થશે ફ્લાઈટ
રશિયા (Russia) એ કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવતાં ભારત સહિત બાકી દેશોની વિમાન સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, હવે રશિયન ગર્વમેન્ટે આ પ્રતિબંધ હટાવી લીધો છે. તેથી ભારત, ફિનલેન્ડ, વિયેતનામ અને કતરની ફ્લાઈટો ફરી ઉડાન ભરવાની તૈયારીઓ કરી રહી છે.
Jan 17, 2021, 10:18 AM ISTઆ દેશે તૈયાર કરી દુનિયાની સૌથી ઘાતક રાયફલ, એક મિનિટમાં એક હજાર ગોળીઓ કરશે ફાયર
રશિયાએ AK-521 નામની એક એવી ખતરનાક રાયફલ તૈયાર કરી છે. જેનાથી લગભગ 800 મીટર દૂર ઉભા દુશ્મનોને પણ ઠેકાણે લગાવી શકશે.
Jan 12, 2021, 07:37 PM ISTS-400: US રાજદૂતે કહ્યું-અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે 'કોઈ એકની પસંદગી' કરવી પડશે
અમેરિકી કોંગ્રેસના રિપોર્ટ બાદ ભારત-રશિયા (India-Russia) વચ્ચેના રક્ષા સંબંધો અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર(Kenneth Juster) એ ટિપ્પણી કરી છે.
Jan 6, 2021, 09:19 AM ISTઅમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે આપી આ ચેતવણી
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે S-400 ડીલના કારણે અમેરિકા 'કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ' એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.
Jan 5, 2021, 07:17 AM ISTVideo: અહીં યોજાયું અનોખું વિરોધ પ્રદર્શન, લોકો ટ્રેનમાં એકબીજાને કરવા લાગ્યા KISS
રિપોર્ટ અનુસાર રશિયા (Russia) માં કપલ્સે કોરોના વાયરસ (Coronavirus) પ્રતિબંધોનો વિરોધ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. હવે અહીં કપલ્સ પબ્લિક પ્લેસ પર કિસ કરતાં જોવા મળ્યા રહ્યા છે.
Jan 2, 2021, 03:59 PM ISTIndia-Russia ના સંબંધોમાં ઝેર ઘોળવા ચીનના ધમપછાડા, ગ્લોબલ ટાઈમ્સે કરી નાપાક હરકત
ભારત અને રશિયાના મજબૂત સંબંધો ચીનને હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે. તેણે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ રીતે અંતર પડે, પરંતુ સફળ થયું નથી. હવે એકવાર ફરીથી ચીન પોતાના આ ષડયંત્રને અંજામ આપવામાં લાગ્યું છે.
Dec 25, 2020, 08:29 AM ISTઆજીવન Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin સામે નહીં થઈ શકે કોઈ કાનૂની કાર્યવાહી
હવે રશિયાના રાષ્ટ્રપતિ પર આજીવન કોઈપણ પ્રકારનો કોર્ટ કેસ નહીં ચાલે. તેમના પરિવાર પર પણ કોઇ પણ ગુના બદલ કાર્યવાહી કરવામાં નહીં આવે. મંગળવારે વ્લાદિમીર પુતિને આ સંશોધન બિલ પર હસ્તાક્ષર કર્યાં.
Dec 23, 2020, 05:19 PM ISTCorona: આ દેશમાં તો શરૂ થઈ ગયું Vaccination, સૌથી પહેલા કોને અપાશે રસી તે ખાસ જાણો
રશિયા(Russia)ની રાજધાની મોસ્કો(Moscow)માં કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ(Vaccination) ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ કોરોના વાયરસની રસી (Corona vaccine) એવા લોકોને આપવામાં આવી રહી છે જેમના સંક્રમિત થવાનું જોખમ સૌથી વધુ છે.
Dec 6, 2020, 09:34 AM ISTદારૂની જગ્યાએ સેનેટાઇઝર પી લેતા રશિયામાં સાત લોકોના મોત
હાલ કોરોના વાયરસના કારણે વિશ્વમાં લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ રશિયામાં એક પાર્ટીમાં લોકોએ સેનેટાઇઝર પી જતા જીવ ગુમાવવાનો વારો આપ્યો છે.
Nov 22, 2020, 06:37 PM ISTકોરોના વેક્સીન બનાવનાર કંપનીઓ પર સાઇબર એટેક, જાણો ડિટેલ
માઇક્રોસોફ્ટ અનુસાર જે કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તેમાં મોટાભાગની વેક્સીન નિર્માતા એવા છે જેમની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.
Nov 15, 2020, 12:37 PM ISTરશિયાથી આવ્યા મહત્વના સમાચાર, વ્લાદિમિર પુતિન છોડી શકે છે રાષ્ટ્રપતિ પદ, જાણો કારણ
સમગ્ર દુનિયાની નજર હાલ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર છે. જો બાઈડેનની જીત ભલે નક્કી લાગતી હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ દાવા કરી રહ્યા છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તેઓ હશે. આ બધા વચ્ચે રશિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ( Vladimeer putin) પદ છોડવાનું મન બનાવી રહ્યા છે. પુતિન આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ખુરશી છોડી શકે છે.
Nov 6, 2020, 03:34 PM ISTકાર્ટૂન વિવાદ: Charlie Hebdo મેગેઝીન પર રશિયાએ આપ્યું મોટું નિવેદન
રશિયામાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે ચાર્લી હેબ્દો જેવી કાર્ટૂન મેગેઝીન રશિયામાં ચાલી શકે નહીં. આ દરમિયાન પેસકોવે ગત 16 ઓક્ટોબરના રોજ થયેલી ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીની હત્યાને પણ ભયાનક ત્રાસદી ગણાવી.
Nov 2, 2020, 08:08 AM ISTઅર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ
અર્મેનિયા (Armenia) અને અઝરબૈજાન (Azerbaijan)ની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો (Mike Pompeo)એ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શક્ય બનાવી શકાય. જો કે, તેની આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે.
Oct 24, 2020, 08:52 AM ISTઆર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધમાં હવે ગમે તે ક્ષણે રશિયાની એન્ટ્રી!, પુતિનના એક નિવેદનથી ખળભળાટ
આર્મેનિયા-અઝરબૈજાન (Armenia-Azerbaijan) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે રશિયા (Russia) ને હવે ખબર પડી ગઈ છે કે સીરિયાથી મોકલાયેલા આતંકીઓ નાર્ગોન કારાબાખના રસ્તે રશિયામાં એન્ટ્રી લઈ શકે છે. આ ગુપ્તચર અહેવાલ સામે આવતા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઈસ્લામિક આતંકવાદીઓને સૌથી મોટી ચેતવણી આપી દીધી છે.
Oct 9, 2020, 09:41 AM ISTત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા
ખ્રિસ્તી દેશ અર્મેનિયા(Armenia) અને મુસ્લિમ દેશ અઝરબૈજાન (Azerbaijan) વચ્ચે છેડાયેલી જંગ (War) માં તુર્કી (Turkey) અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને (Pakistan) અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે.
Sep 30, 2020, 08:42 AM ISTSCOની બેઠકમાં પાકિસ્તાને દેખાડ્યો ભારતનો ખોટો મેપ, રશિયાએ કાળઝાળ થઈને આપી ચેતવણી
વૈશ્વિક મંચ પર એકવાર ફરીથી પાકિસ્તાને પછડાટ ખાવી પડી. વાત જાણે એમ છે કે પાકિસ્તાને રશિયામાં થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભારતના ખોટા નક્શાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રશિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી.
Sep 16, 2020, 06:56 AM ISTભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન, ડ્રેગનને લાગશે મરચા
રશિયાએ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે.
Sep 9, 2020, 09:01 AM ISTGood News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે
કોરોના વાયરસ (Corona Virus) ના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યાં છે. આ અઠવાડિયાથી વાયરસ વેક્સિન સ્પૂતનિક-વી (Sputnik-V)ને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન(Vladimir Putin)એ 11 ઓગસ્ટના રોજ આ રસીને લોન્ચ કરી હતી.
Sep 7, 2020, 07:40 AM ISTરશિયાથી અચાનક જ આ દેશના પ્રવાસે પહોંચી ગયા રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીનના હોશ ઉડ્યા
લદાખમાં ભારત સાથે તણાવ વધારનારા ચીનને એલએસીથી લઈને દુનિયાના દરેક ખૂણે ધોબીપછાડ મળી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પહેલા રશિયાની રાજધાની મોસ્કોમાં ચીનને ચોખ્ખુ સંભળાવી દીધુ કે ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે જરાય સમાધાન કરશે નહીં.
Sep 6, 2020, 11:03 AM ISTરશિયાથી પરત ફરથી વખતે અચાનક ઇરાન પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જાણો શું છે કારણ
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા (Russia) પરત ફરતી વખતે અચાનક ઇરાન (Iran) પહોંચી ગયા છે. પૂર્વોત્તરમાં ચીન (China)અને પશ્વિમી સીમા (Western Border) પર પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની ઇરાન (Iran) યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
Sep 5, 2020, 04:55 PM IST