વડોદરામાં ધીમી ધારે વરસાદ, સયાજી હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા
ણા ડેમમાંથી આજે સવારથી 2.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ ઉપરવાસમાં આવેલ મહીં બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા તેમજ કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદના પગલે 3 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 416 ફુટ સુધી પહોંચી છે. હાલ ડેમની ભયજનક સપાટી 419 ફૂટ અને ડેમ 93 ટકા જેટલો ભરાયો છે. હડોળ પુલ પર પાણી ફરી વળતા લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.