close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

drugs

Ahmedabad Crime Branch Has Arrested Three Persons for Smuggling Drugs PT3M23S

કઇ રીતે મુંબઈથી ગુજરાતમાં લવાતું હતું ડ્રગ્સ, જુઓ સમગ્ર અહેવાલ

ઉડતા પંજાબ પછી હવે નશીલા કારોબારનો વ્યાપ વધતા ગુજરાત રાજ્ય હવે"ગળતું ગુજરાત" બની ગયું છે.. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એક જબરજસ્ત મોડસ ઓપરેન્ડી સાથે ચાલતા નશીલા કારોબારના કૌભાંડને બેનકાબ કર્યું છે.. જેમાં પોલીસે ટ્રેપ ગોઠવી 65 લાખથી વધુનો નશીલાં દ્રવ્યોનો મુદ્દામાલ માલ જપ્ત કર્યો છે.. અને ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.

Nov 19, 2019, 10:30 AM IST

ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી લવાયેલા મેકેડ્રોન તથા કોકેઇનનો 61 લાખ રૂપિયાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રેલવે વિભાગમાં છેલ્લા 25 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કેટરિંગનાં બિઝનેસમાં વેઇટરની નોકરી કરતો રમેશ રાઠોડ ડ્રગ ડિલર્સના સંપર્કમાં હતો. મુંબઇથી અમદાવાદ આવતી શતાબ્દી ટ્રેનમાં તે નશીલા પદાર્થો પેન્ટ્રીમાં છુપાવી દેતો હતો. અમદાવાદથી પોતાના સાગરીતને આપી દેતો હતો. કાલે આવેલો જથ્થો તે ફિરોઝ અને તેની પત્ની અંજુમને આપતો હતો. 

Nov 17, 2019, 11:36 PM IST
Ahmedabad Crime Branch Seizes 61 Lakh Drugs PT1M54S

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 61 લાખનાં ડ્રગ્સ કર્યા જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોકેઈન અને MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. કાલુપુર પાસેથી 3 આરોપીની ધરપકડ કરી છે. 61 લાખના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડયા હતા. 305 ગ્રામ MD ડ્રગ્સ અને 51 ગ્રામ કોકેઈન પણ કબ્જે કરવામા આવ્યું છે. સતાબદી એક્સપ્રેસ ટ્રેનમાં હેરાફેરી કરતા હતા. ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી શતાબ્દી ટ્રેનમા વેઈટર તરીકે કામ કરતો હતો.

Nov 17, 2019, 03:10 PM IST

માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા

સુરત (Surat) શહેરમાં ગાંજા માફિયા (Drug dealers) હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી (SOG) પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.  

Nov 11, 2019, 02:27 PM IST

268 કરોડના ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 5ને 10 વર્ષની સજા

ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન કરીને 2016માં એપ્રિલ મહિના અંતમાં વહેલાલ જીઆઈડીસીમાંથી 268 કરોડનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 5 લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં 1339.250 કિલો મેંફેડ્રીન માદક પદાર્થનો જથ્થો એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં રેડ કરતા મળ્યો હતો. જેમાં આરોપીઓને પકડીને એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો. 

Oct 7, 2019, 10:52 PM IST

અમદાવાદ: મોજશોખ પૂરા કરવા નકલી પોલીસ બની તોડ કરતા 2 વિદ્યાર્થીઓની ધરપકડ

અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત નકલી પોલીસ(fake police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો ત્યારે બે શખ્સો આવ્યા અને ટી-ટી ડ્રગ્સ લે છે, તેવુ કહી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને તોડ કર્યો હતો. 

Sep 25, 2019, 05:20 PM IST
Mandvi Suger 28 07 2019 PT30S

માંડવીમાંથી એક કિલો ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ...

માંડવીમાંથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સમીઝા નાસીર હુસેન અને ઉમર નામનાં એક વ્યક્તિની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Jul 28, 2019, 09:40 PM IST
Udta Gujarat: Is Gujarat Going on the pathway of Punjab PT20M39S

ઉડતા ગુજરાત: શું ગુજરાત જઈ રહ્યું છે પંજાબના રસ્તે?

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.

Jul 11, 2019, 12:20 PM IST

પંજાબ બાદ ગુજરાત ડ્રગ્સ માફિયાના અજગરી ભરડામાં ફસાયું, જુઓ ઝી 24 કલાકનો Exclusive Report

ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે. 

Jul 11, 2019, 10:13 AM IST
Surat: Police Drive To Find Alchohol and Drugs PT3M6S

સુરત : રેલ્વે અને શહેર પોલિસનું દારૂ સહિતના નશાકારક વસ્તુઓ શોધવા કાર્યવાહી, જુઓ વિગત

સુરત : રેલ્વે અને શહેર પોલિસનું કોમ્બિંગ,રેલ્વે ટ્રેનની આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું. દારૂ સહિતના નશાકારક વસ્તુઓ શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. વરાછા-કતારગામ પોલીસ પણ કાર્યવાહીમાં જોડાઈ.

Jun 20, 2019, 07:55 PM IST

ગુજરાતમાં ‘નશા કારક’ પદાર્થ વેચનારાઓ સામે થશે કડક કાર્યવાહી: ગૃહમંત્રી

રાજ્યમાં નાર્કોટિક્સ પકડાવવાની બની રહેલી ઘટનાઓ સંદર્ભે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું તેના કારણે જ પોલીસ વડા અને અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી, રાજ્યમાં નશાકારક વસ્તુઓનું વહન સેવન કે, સંગ્રહ કરનાર સામે કડક પગલાં ભરવાની આદેશ આપ્યા હતા. આ અંગે નશાહિત પ્રવાહ વેચનારા સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશ આપ્યા હતા. 

Jun 19, 2019, 06:44 PM IST

ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતું અટકાવવા માટે ડીજીપીનો મહત્વનો નિર્ણય

જે તે વિસ્તારમાં જો બહારની એજન્સી દ્વારા રેડ પાડીને ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવશે તો તેની જવાબદારી સબંધિત વિસ્તારના પોલીસ અધિકારીની રહેશે.
 

Jun 18, 2019, 10:07 PM IST
Rajkot: Police Drive Against Drugs PT1M39S

નશા સામે રાજકોટ પોલીસની ડ્રાઇવ યથાવત, જુઓ વીડિયો

રાજકોટ: જનગલેશ્વર અને કુબલિયાપરામાં હાથ ધરી તપાસ,અગાઉ જંગલેશ્વરમાં ઝડપાયું હતું ડ્રગ્સ અને ગાંજો.

Jun 9, 2019, 11:00 AM IST

કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે.

Jun 8, 2019, 04:08 PM IST

ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. 

Jun 2, 2019, 03:44 PM IST
Ahmedabad: CBI nabs people involved in Distributing Marijuana PT1M53S

અમદાવાદના જેતલપુર રોડ પરથી ઝડપાયો ગાંજો, જુઓ વિગત

અમદાવાદના જેતલપુર રોડ પરથી ક્રાઈમબ્રાંચે 150 કિલો ગાંજા સાથે બેને ઝડપ્યાં. બંને આરોપી રીઢા ગુનેગાર હોવાનું આવ્યું સામે.

Jun 1, 2019, 04:10 PM IST
Kutch Drugs PT2M1S

કચ્છમાં ફરી વખત ડ્રગ્સના બિનવારસી પેકેટ્સ ઝડપાયા

કચ્છમાં ફરી વખત ડ્રગ્સના બિનવારસી પેકેટ્સ ઝડપાયા છે, BSFના પેટ્રોલિંગમાં ફરી ડ્રગ્સનાં 5 પેકેટ મળ્યા છે, ત્રણ દિવસથી તબક્કાવાર ડ્રગ્સનાં પેકેટ મળી આવે છે, પોલીસ અને BSFના જવાનોને સુગર ક્રિક નજીક 4 પેકેટ ભરેલા અને 1 ખાલી પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.

May 31, 2019, 06:20 PM IST

જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી વધતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાતનો દરિયો બન્યો સેફ પેસેજ

કચ્છના જખૌ નજીક  બોટ મારફતે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડાતું કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કૉસ્ટગાર્ડે ગઈકાલે જપ્ત કર્યું છે. કૉસ્ટગાર્ડે અલ મદિના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે  600 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. બોટમાંથી છ પાકિસ્તાની અને સાત ભારતીય સહિત 13 જણાંની અટકાયત કરાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

May 22, 2019, 08:00 AM IST

ફરી એકવાર ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાનને આપી મ્હાત, કચ્છ પાસે પકડ્યું 500 કરોડનું ડ્રગ્સ

પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ્સનો ફરી પર્દાફાશ થયો છે. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપીને આશરે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી અલમદીના નામની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટમાં ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. 

May 21, 2019, 03:48 PM IST
Ahmedabad Shiva Malingam PT2M29S

અમદાવાદ પોલીસનો નવો અભિગમ, લોકોનું જીવન બદલવા કર્યો આવો પ્રયાસ

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને સદવિચાર પરિવારે એક નવો અભિગમ અપનાવ્યો છે. રામદેવનગર ટેકરા પર રહેતી મહિલાઓ જે નશીલા પદાર્થનું વેચાણ અને સેવન કરે છે તેઓને સદવિચાર પરિવાર અને સેટેલાઈટ પોલીસે સમજાવવાનો પ્રયાસો કર્યો છે

May 20, 2019, 10:10 PM IST