રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે, ડીસામાં કરશે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાલ ગુજરાત પ્રવાસે છે. રાજીવ સાતવ ડીસામાં ચૂંટણી પ્રચાર કરશે સાથે જ કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. ગુજરાત કેમ્પેઇનની આજથી ઓફિશિયલ શરૂઆત કરવામાં આવશે. 15 એપ્રિલથી રાહુલ ગાંધીના પ્રચાર માટે રજૂઆત કરાશે. 19 એપ્રિલથી રેલી મારફતે રાહુલ ગાંધી પ્રચાર કરશે. અમદાવાદ એરપોર્ટ પર આવતા જ રાજીવ સાતવે કહ્યું હતું કે, લોકસભા માટે ગુજરાતમાં ટિકિટ ફાળવણી યોગ્ય કરવામાં આવી છે. ભાજપની અંદરની તકરારનો ફાયદો કોંગ્રેસને ચોક્કસથી થશે. 2017 કરતા સારુ પરિણામ ગુજરાતમાં આવશે. અપક્ષમાંથી લાલજી મેર લડવાના છે તે અંગે પણ જવાબ આપતા કહ્યું હતું કે, આવનારા દિવસમાં તમામ મુદ્દાઓ ઉકેલાશે.