રાજ્યભરમાં રવિવારે પણ ખુલી રહેશે આરટીઓની કચેરીઓ

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરાયા પછી હાલ RTO કચેરીના કામકાજમાં વધારો થઈ ગયો છે. નાગરિકોને RTO સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને રવિવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી સાથે ફરજિયાત હેલ્મેટ આપવા અંગેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે.

Trending news