પશ્ચિમ રેલવેનું આકરું વલણ, ખુદાબક્ષો સામે કરી લાલ આંખ
પશ્ચિમ રેલવે દ્વારા ખુદાબક્ષ મુસાફરો, દલાલો, અસામાજિક તત્વો અને ફેરિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. રેલવે દ્વારા એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 સુધી રૂ.104.10 કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા 2219 જેટલા ભીખારીઓને પણ ખસેડવામાં આવ્યા અને 4711 અનઅધિકૃત ફેરિયાઓ સામે કાર્યવાહી પણ કરાઈ છે.