જાણો આજના મહત્વના સમાચાર
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠક માટે 75 ટકા મતદાન નોંધાયું હતું. એગ્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 2013માં ભાજપે મેળવેલી સૌથી વધુ 165 બેઠક મેળવી હતી. સતત 13 વર્ષથી મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકાર સુકાન સંભાળી રહી છે. ત્યારે એગ્ઝિટ પોલને જોતા આ વખતે સત્તામાં કાંટાની ટક્કર સર્જાશે. હાલ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત જીતનો દાવો કર્યો છે. મધ્યપ્રદેશમાં અત્યારસુધીમાં 5 કરોડ 3 લાખ 94 હજાર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં મહિલા મતદારોની સંખ્યા 2 કરોડ 40 લાખ 76 હજારની આસપાસ છે. જ્યારે પુરુષ મતદારોની સંખ્યા 2 કરોડ 62 લાખ 56 હજારની આસપાસ છે. 2013માં 72 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.