માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી છે. 15 તારીખે સત્તાવાર રીતે શિયાળો શરૂ થાય એ પહેલાંના બે દિવસ ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. આજે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવતી કાલે માવઠાની આગાહી આપવામાં આવી છે.

Trending news