કોંગ્રેસમાં રાજીનામા અંગે શું કહે છે ધારાસભ્ય વિરજી ઠુમર....

કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં ચર્ચાએ જોર પકડાયું છે. જેમાં લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ પછી બીજું નામ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામુ આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર સ્થિત એમ.એલ.એ જીવી કાકડીયા ગેરહાજર છે. જીવી કાકડીયાના મિત્ર અશ્વિન કોરાટે ઝી 24 કલાક સાથે કરેલી વાતચીતમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી ધારાસભ્યનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી તેવો કોઈ પણ વાતથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. તો ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટર્સમાં સોમા પટેલના ઘરે તાળું છે. સોમા પટેલ રાજીનામું આપીને ગુપ્ત સ્થળે જતા રહ્યા હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડાયું છે. કહેવાય છે કે, કોંગ્રેસના 7થી 8 ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા. બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યાની ચર્ચાને લાઠીથી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે દુઃખદ ગણાવી. સાથે જ તેમણે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર સભ્ય છું. હું કોંગ્રેસમાં જ રહીશ. પક્ષ કહેશે એમ જ કરીશ.

Trending news