49 દિવસ સુધી દરિયામાં એક બોટ પર ફસાયો 19 વર્ષનો યુવાન, આ રીતે લડ્યો જીંદગીની જંગ

આલ્દી નોવેલ આદિલાંગ નામનો આ યુવાન એક કે બે દિવસ નહીં પરંતુ દરિયામાં પુરા 49 દિવસ સુધી એક ફિશિંગ બોટ પર ફસાઇ ગયો હતો.

49 દિવસ સુધી દરિયામાં એક બોટ પર ફસાયો 19 વર્ષનો યુવાન, આ રીતે લડ્યો જીંદગીની જંગ

જકાર્તા: થોડા વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી ‘લાઇફ ઓફ પાઈ’ આ ફિલ્મ આપણે બધાને જ યાદ હશે. ઓસ્કાર એવોર્ડ જીતનારી આ ફિલ્મની સ્ટોરી એક એવા છોકરાના જીવન પર આધારીત છે, જે એક બોટમાં દરિયા વચ્ચે ફસાઇ જાય છે. આ તો ફિલ્મની સ્ટોરી હતી, પરંતુ ઇન્ડોનેશિયાના 19 વર્ષના યુવાનની સ્ટોરી કોઇ ફિલ્મી નથી, આ હકીકત છે. આલ્દી નોવેલ આદિલાંગ નામનો આ યુવાન એક કે બે દિવસ નહીં પરંતુ દરિયામાં પુરા 49 દિવસ સુધી એક ફિશિંગ બોટ પર ફસાઇ ગયો હતો. આપણને આશ્ચર્યચકીત કરતી આ યુવાનની રીયલ ઘટનાના હીરોને 49 દિવસ પછી પનામા ફ્લેગ વેસલના સુરક્ષાકર્મીઓએ બચાવ્યો હતો.

આલ્દી નોવેલ ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં રહે છે. તે એક માછલી પકડનારની બોટ પર લેમ્પકીપરનું કામ કરે છે. સ્થાનીય ભાષામાં તેને રોમપોંગ કહેવામાં આવે છે. જ્યાં તે કામ કરતો હતો, તે દરિયા કિનારેથી 125 કિ.મી દુર છે. આલ્દી રોમપોંગના લેમ્પ સળગાવવાનું કરવાનું કામ કરતો હતો. આ લેમ્પ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે સળગાવ્યા બાદ માછલીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

(ફોટો સાભાર: Facebook)

આલ્દીના પિતાએ જણાવ્યું હતું કે 16 વર્ષની ઉંમરથી તે આ કામ કરે છે. દર અઠવાડીએ તેની કંપનીનો કોઇ એક વ્યક્તિ આવતો, તે માછલાઓના બદલે ખાવાનું સપ્લાય તેમજ પાણી અને ફ્યૂલ લઇને જતા હતા. આ દરિયામાં જે જગ્યાએ માછલાઓ પકડતા હતા, તે જગ્યા પર કંપનીએ 50થી વધારે નાની ફ્લોટિંગ હટ લગાવી રાખી હતી. જેમાંથી એક ફ્લોટિંગ હટ આલ્દીની પણ હતી. આ બધી હટ માનાડોના પાણીમાંથી માછલાઓ પકડતી હતી. આ મોટા માટા દોરડાઓથી બાંધેલી રહેતી હતી.

મધ્ય જુલાઇમાં એક દિવસ ભારે પવનના કારણે આલ્દીની ફ્લોટિંગ હટ દરિયામાં તણાઇ ગઇ હતી. તે સમયે તેની પાસે માત્ર કેટલાક દિવસ પુરતૂ ખાવાનું અને પાણી બચ્યું હતું. ત્યારબાદ તેણે માછલીઓ પકડી તેનું પેટ ભર્યું હતું. તે આ માછલીઓને હટ પર પડેલી લાકડીઓ સળગાવીને તેમાં ફ્રાય કરીને ખાતો હતો. સૌથી મોટી મુશ્કેલી પાણીની હતી, પરંતુ તે પોતાના કપડામાં પાણી ભર્યા બાદ કપડામાંથી ચુસીને પાણી પીતો હતો. આ રીતે તેને દરિયાની ખારાશમાં થોડો ઘટાડો થતો હતો.

(ફોટો સાભાર: Facebook)

ત્યારે બીજીબાજુ તેની શોધખોળ ચાલી રહી હતી. ઓસાકામાં હાજર ઇન્ડોનેશિયન કૉન્સ્યુલેટના જણાવ્યા અનુસાર તેને શોધવા માટે 10 શિપ મોકલવામાં આવી હતી. ત્યારે 49 દિવસ પછી એખ દળને તેને શોધવામાં સફળતા મળી હતી. 31 ઓગસ્ટના દિવસે તેને ગુઆમથી શોધી કાઢવામાં આવ્યો હતો. જકાર્તા પોસ્ટના જણાવ્યા અનુસાર, એક ઇન્ડોનેશિયન ડિપ્લોમેટ ફજર ફિરદોસનું કહેવું છે કે ઘણીવાર આલ્દીની પાસેથી મોટા શિપ પસાર થયા હતા, પરંતુ તેઓ તેને જોઇ શક્યા ન હતા. ઘણીવાર તેણે કપડા આકાશમાં ઉડાવી શિપને તેના તરફ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો.

(ફોટો સાભાર: Facebook)

એક સ્થાનીય ન્યૂઝ પોર્ટલના જણાવ્યા અનુસાર, આલ્દીને જ્યારે ઘણા દિવસો સુધી કોઇ સહાયતા ન મળવા પર તેને લાગી રહ્યું હતું કે તે હવે બચી શકશે નહીં. એવામાં તેને આત્મહત્યાના વિચાર પણ આવ્યા હતા. તેણે વિચારતો હતો કે દરિયામાં કૂદી જઉં, પરંતુ એવામાં તેના માતા-પિતાએ કહેલી વાત યાદ આવી જતી, જે કહેતા હતા કે આવા સમયમાં પ્રાર્થના કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news