ચીનમાં માંગખુટ તોફાને મચાવી તબાહી: 4ના મોત, 31.1 લાખ લોકોનું સ્થળાંતર
પ્રાંતીય હવામાન શાસ્ત્ર કેન્દ્રના અનુસાર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માંગખુટ વાવાઝોડાએ રવિવાર સાંજે 5 વાગ્યે ગુઆંગદોંગ પ્રાંતમાં જિયાંગમેન શહેર પહોંચ્યું હતું.
Trending Photos
બીજિંગ: વર્ષનું સૌથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ‘માંગખુટ’ તોફાને ચીનમાં તબાહી મચાવી છે. ગુઆંગદોંગ પ્રાંતની તરફ ઝડપીથી વધતા અત્યાર સુધીમાં તોફાનમાં 4 લોકોના મોત થયા છે. ફિલીપીનથી લઇને હોંગકોંગમાં તબાહી મચાવી ચીનના દક્ષિણ ક્ષેત્રમાં આ તોફાનના કારણે 31.1 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
પ્રાંતીય હવામાન શાસ્ત્ર કેન્દ્રના અનુસાર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માંગખુટ તોફાને રવિવાર સાંજે 5 વાગ્યે ગુઆંગદોંગ પ્રાંતમાં જિયાંગમેન શહેર પહોંચ્યું હતું. ગુઆંગદોંગના આપત્તિ રાહત અધિકારીઓના જણાવ્યું હતું કે, પ્રાંતની રાજધાની ગુઆંગઝોઉમાં તોફાનના કારણે 3 લોકો પર ઝાડ પડતા ત્રણેયનું મોત થયું હતું. જ્યારે દોંગગુઆન શહરેમાં બાંધકામ સામગ્રી નીચે દટાઇ જતાં એક વ્યક્તિનું મોત થયું હતું.
સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ના સોમવારની રિપોર્ટ અનુસાર 31.1 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. પ્રાંતમાં 49 હજારથી વધું માછીમારોને પોર્ટ પર પરત બોલાવવામાં આવ્યા છે. 29 હજાર લોકોથી વધારે નિર્માણ સ્થળો પર નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે અને 640 પર્યટન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે.
ગુઆંગદોંગ અને હૈનાન પ્રાંતોમાં ગુઆંગઝોઉ તેમજ શેનઝોન હવાઇ અડ્ડા તથા દરેક હાઇ-સ્પીડ ટ્રેન અને કેટલીક સામાન્ય ગતિ વાળી રેલવે સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. રિપોર્ટના અનુસાર તોફાન હાલ દક્ષિણ ચીનના કિનાર એને ગુઆંગદોંગ, ગુઆંગશી તેમજ હૈનાન પ્રાંતોની તરફ આગળ આવી રહ્યુ છે તથા મંગળવારે ભારે વરસાદ અને ભારે પવન ફુકાંવાની આશંકા છે.
આ દરમિયાન એએફપીના સમાચાર અનુસાર હોંગકોંગમાં માંગખુટ તોફાને ભારે તબાહી મચાવ્યા બાદ હાલ માટા પ્રમાણમાં સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જગ્યાએ-જગ્યાએ વૃક્ષો તેમજ પૂરે તબાહી મચાવ્યાના કારણે ફિલીપીનમાં 65 લોકોનું મોત થયા છે. આખી રાત બચાવકર્તાઓએ પર્વતીય શહેર ઇતોગોમમાં મોટા ભૂસ્ખલનમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ફિલીપીન્સના મુખ્ય લુજોન દ્વીપ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા હતા.
ભૂસ્ખલનના કારણે શહેરમાં એક આપત્તિ આશ્રય સ્થળ પણ જમીનદોસ થઇ ગયું હતું. જ્યાં લઘુમતીઓ અને તેમના પરિવારો રહેતા હતા. શહેરના મેયર વિક્ટોરિઓ પલાંગદાનએ એએફપીને જણાવ્યું હતું કે, જોકે બચાવ કાર્યમાં લોકોએ કચરોમાંથી અત્યારસુધીમાં કોઇ જીવતા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે