ચીન

વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય થતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે. 

Jan 6, 2021, 09:57 AM IST

શું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે China? LAC પર ભારત-ચીન વિવાદ પર આવ્યા મોટા સમાચાર

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીન (China)નું નવું ષડયંત્ર સામે આવ્યું છે. ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યા છે.

Jan 4, 2021, 12:47 PM IST

ચીનના અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક છેલ્લા 2 મહિનાથી 'ગૂમ'

ચીન (China) ના ત્રીજા નંબરના સૌથી મોટા અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક જેક મા (Jack Ma) છેલ્લા 2 મહિનાથી ગૂમ છે. ચીનમાં ટેક્નોલોજીની દુનિયામાં રાજ કરનારા જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે વિવાદ બાદ છેલ્લા બે મહિનાથી ક્યાંય જોવા મળ્યા નથી.

Jan 4, 2021, 10:51 AM IST

દુનિયાને જીવલેણ કોરોનાની ભેટ આપનાર ચીન પોતે નવા વર્ષે મોટી મુશ્કેલીમાં મુકાયું

બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે ચીનમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે કોરોના વાયરસ  સંક્રમણની શરૂઆત એક વર્ષ પહેલા ચીનથી જ થઈ હતી અને ત્યારબાદ આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો. 

Jan 1, 2021, 12:12 PM IST

Rajnath Singh નો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'છંછેડશે તેને છોડીશું નહીં'

પાકિસ્તાન અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ ((Rajnath Singh) એ કડક સંદેશો આપ્યો છે અને કહ્યું કે સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે ચીન સાથે એલએસી પર ચાલી રહેલા ગતિરોધનું વાતચીતથી પણ કોઈ 'સાર્થક સમાધાન' નીકળ્યું નથી અને યથાસ્થિતિ જળવાઈ રહેલી છે. 

Dec 30, 2020, 09:38 AM IST

ભારત સરકારે ચીનને તેની જ ભાષામાં આપ્યો જડબાતોડ જવાબ, કરી બોલતી બંધ 

ભારત સરકારે ચીનને જડબાતોડ જવાબ આપતા તમામ એરલાઈન્સને ચીની નાગરિકોને ભારત લાવવા પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. જો કે ભારત સરકારે અનૌપચારિક રીતે તમામ ભારતીય અને વિદેશી એરલાઈન્સને જે આદેશ આપ્યો છે તેમાં સ્પષ્ટપણ કહેવાયું છે કે ચીની નાગરિકોને ભારત લાવવા નહીં. 

Dec 28, 2020, 12:48 PM IST

Corona New Strain: કોરોનાના નવા સ્ટ્રેનથી ભયભીત આ દેશે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

સરકારે 28 ડિસેમ્બરથી બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

Dec 27, 2020, 12:19 PM IST

India-Russia ના સંબંધોમાં ઝેર ઘોળવા ચીનના ધમપછાડા, ગ્લોબલ ટાઈમ્સે કરી નાપાક હરકત

ભારત અને રશિયાના મજબૂત સંબંધો ચીનને હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે. તેણે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ રીતે અંતર પડે, પરંતુ સફળ થયું નથી. હવે એકવાર ફરીથી ચીન પોતાના આ ષડયંત્રને અંજામ આપવામાં લાગ્યું છે.

Dec 25, 2020, 08:29 AM IST

બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો, અમેરિકા-ચીનના ટ્રેડવોરનો ફાયદો સુરતી વેપારીઓને થયો

  • ભારત દ્વારા જે પણ એક્સપોર્ટ થતું હોય છે તેની ઉપર અમેરિકા દ્વારા કોઈપણ ડ્યુટી મૂકવામાં આવી નથી
  • કોવિડ 19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ વધ્યો અને નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયું

Dec 21, 2020, 11:09 AM IST

કોરોનાકાળમાં સોનાના વેપારીઓ માટે સારા સમાચાર, હવે રાજકોટના દાગીના વિદેશમાં ચમકશે

  • રાજકોટના દાગીના વિદેશમાં પણ ચમકશે..
  • રાજકોટના સોની આપશે ચીનને ટક્કર
  • કોરોનાકાળમાં સોની વેપારીઓ માટે સારા સમાચાર..

Dec 21, 2020, 08:11 AM IST

ગુજરાતના માછીમારોની હાલત કફોડી, લોકડાઉનને કારણે ચીન સહિત અનેક દેશોમાં પેમેન્ટ ફસાયું

  • છેલ્લા 2 વર્ષમાં ગુજરાતે 5 વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે, જેની સીધી અસર માછીમારો પર થાય છે. તો ચાલુ વર્ષે લોકડાઉને માછીમારોનું જીવન બરબાદ કરી દીધું છે.

Dec 12, 2020, 02:11 PM IST

Justin Trudeau ની 'ચીની લિંક' ઉજાગર થઈ, PLA ને આપ્યું હતું યુદ્ધાભ્યાસ માટે આમંત્રણ

ભારતના ખેડૂત આંદોલન(Farmers Protest)  પર નિવેદનો આપનારા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) ની 'ચીની લિંક' ઉજાગર થઈ છે. 

Dec 11, 2020, 07:35 AM IST

વિશ્વના સર્વોચ્ચ શિખરની ઉંચાઇમાં થયો વધારો, વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત, પરીક્ષાર્થીઓ ખાસ વાંચે

વિશ્વની સૌથી ઉંચા પર્વત તરીકે માઉન્ટ એવરેસ્ટ (Mt. Everest) ની ગણત્રી થાય છે. જો કે હવે તેની ઉંચાઇમાં પણ 0.86 મીટર જેટલો વધારો થયો છે. નેપાળ અને ચીનનાં બે વર્ષ સુધી સર્વે વર્ક પુર્ણ કર્યા બાદ Mount Everest ની ઉંચાઇ અંગે સંયુક્ત જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે વિશ્વનાં પુસ્તકોમાં પણ એવરેસ્ટની ઉંચાઇના આંકડામાં ફેરફાર થશે. મળતી માહિતી અનુસાર વર્ષ 2015 માં આવેલા વિનાશકારી ભૂકંપમાં એવરેસ્ટની ટોચની ઉંચાઇ મુદ્દે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. જેને જોતા નેપાળ સરકારે આ ટોચનો ફરી એકવાર સર્વે કરવા માંગતી હતી. 

Dec 8, 2020, 08:58 PM IST

ચીને ગુજરાત બોર્ડર પાસે ફાઈટર જેટ્સ અને મોટી સંખ્યામાં સૈનિકોને ખડકી દીધા, ખાસ જાણો કારણ

પાડોશી દેશ હવે  લદાખ બાદ ગુજરાતની સરહદ પર ચાલબાજી દેખાડવાની ફિરાકમાં છે.

Dec 8, 2020, 08:59 AM IST

ભારતના આ 'લાલ સોના' માટે ખુબ વલખા મારે છે ચીન, જાણો કેમ 

રક્ત ચંદનના ઝાડ દક્ષિણ ભારતના શેષાચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. તે ફક્ત તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષાચલમની પહાડીઓમાં જ ઉગે છે.

Dec 6, 2020, 03:32 PM IST

OMG! ચીનમાં પહેલા કેસની જાહેરાત થઈ તે પહેલા જ જીવલેણ કોરોના અમેરિકા પહોંચી ગયો હતો?

એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ અભ્યાસનું માનીએ તો જીવલેણ કોરોના વાયરસ ડિસેમ્બર 2019ની શરૂઆતમાં જ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) અને અમેરિકન રેડ ક્રોસના એક અભ્યાસ મુજબ કોરોના વાયરસ દેશમાં તે સમય કરતા અનેક અઠવાડિયા પહેલાથી હાજર હતો, જેનું અનુમાન વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓએ લગાવ્યું છે. એટલું જ નહીં ચીનમાં 31 ડિસેમ્બર 2019માં પહેલા કેસની અધિકૃત પુષ્ટિ થઈ તે પહેલેથી વાયરસ અમેરિકામાં હતો. 

Dec 4, 2020, 07:00 AM IST

આંદોલનની વચ્ચે ખેડૂતો માટે ચીનથી ખુશખબરી, ત્રણ દાયકામાં પહેલીવાર ચીને ભારતમાંથી ખરીદ્યા ચોખા

ભારત ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. ચીન ચોખાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનારો દેશ છે. બીજિંગ દર વર્ષે લગભગ 4 મિલિયન ટન ચોખાની ખરીદદારી કરે છે.

Dec 3, 2020, 12:52 PM IST

Corona ફેલાવનાર ચીન તમારી હેલ્થ સાથે ચેડાં કરવા માટે પાથરી રહ્યું છે Health Silk Road!

કોરોના મહામારી (Corona Pandemics)ના આ દૌરમાં ચીનને પોતાની વિસ્તારવાદી નીતિઓને ઝડપથી વધારી છે. મહામારીના આ દૌરમાં ચીન પોતાના ઘણા પ્રોજેક્ટમાં તેજી લાવ્યું છે. તેમાંથી એક છે હેલ્થ સિલ્ક રોડ (Health Silk Road).

Nov 30, 2020, 05:38 PM IST

ભારતે Pangong lake માં તૈનાત કરી 'અદ્રશ્ય સેના', બસ હવે બહુ જલદી ચીનની 'ગેમ ઓવર'

બદથી બદતર થઈ રહેલા હાલાતમાં પહેલી પસંદ છે માર્કોસ કમાન્ડોઝ. 

Nov 30, 2020, 11:08 AM IST

ગરુડ અને પેરા કમાન્ડો બાદ સરહદે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત, જાણો કારણ

પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા ચીન અને ભારત વચ્ચેના તણાવમાં પેન્ગોંગ લેક પાસે ભારતીય નેવીના માર્કોસ(MARCOS) કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર ચીન સાથે થયેલા ઘર્ષણ બાદ અહીં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ અને ઈન્ડિયન આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો પહેલેથી જ તૈનાત છે. હવે નેવીના મરીન કમાન્ડોઝ(Marine Commandos)  પણ બોર્ડર પર તૈનાત કરી દેવાયા છે. 

Nov 28, 2020, 08:01 PM IST