દ્રોણાચાર્ય એવોર્ડ માટે મીરાબાઈ ચાનૂના કોચ વિજય શર્માના નામની ભલામણ

આર્મી કોચ કટ્ટપ્પા બોક્સિંગ સાથે છેલ્લા એક દાયકાથી કરતા વધુ સમયથી જોડાયેલા છે. 

Updated By: Sep 17, 2018, 03:58 PM IST
 દ્રોણાચાર્ય એવોર્ડ માટે મીરાબાઈ ચાનૂના કોચ વિજય શર્માના નામની ભલામણ

નવી દિલ્હીઃ દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડ માટે વર્લ્ડ ચેમ્પિયન વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂના કોચ વિજય શર્મા અને નામચીન ક્રિકેટ કોચ તારક સિન્હાના નામની ભલામણ રવિવારે એક સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવી છે. જસ્ટિસ મુકુલ મુદગલની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ આ સિવાય બોક્સિંગ કોચ સીએ કટપ્પા અને ટેબલ ટેનિસ કોચ શ્રીનિવાસના નામની ભલામણ દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરી છે. 

આર્મી કોચ કટ્ટપ્પા બોક્સિંગ સાથે છેલ્લા એક દાયકાથી કરતા વધુ સમયથી જોડાયેલા છે. તો તારક સિન્હા આશીષ નેહરા અને રિષભ પંતના કોચ રહી ચુક્યા છે. ધ્યાનચંદ એવોર્ડ માટે ભારત છેત્રી, સત્યદેવ પ્રસાદ અને દાદૂ ચૌગલેના નામની ભલામણ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે દ્રોણાચાર્ય એવોર્ડ ખેલાડીઓના કોચને તેના પ્રદર્શન અને સતત કરવામાં આવેલી મહેનત માટે આપવામાં આવે છે. તો ધ્યાનચંદ પુરસ્કાર ખેલાડીઓને તેના લાઇફટાઇમ અચીવમેન્ટ અને ખેલમાં આપેલા યોગદાન માટે આપવામાં આવે છે.