બ્રિટન બાદ હવે આ દેશમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેન, ઝડપથી વધી રહી છે દર્દીઓની સંખ્યા
કોરોના વાયરસ (CoronaVirus) સામે જંગ જલદી ખતમ થવાની નથી. બ્રિટન (UK) બાદ હવે દક્ષિણ આફ્રિકા (South Africa)માં પણ કોરોનાનો નવો એક સ્ટ્રેન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાએ સંપૂર્ણ દુનિયાને ચિંતામાં મુકી છે
Trending Photos
જોહાન્સબર્ગ: કોરોના વાયરસ (CoronaVirus) સામે જંગ જલદી ખતમ થવાની નથી. બ્રિટન (UK) બાદ હવે દક્ષિણ આફ્રિકા (South Africa)માં પણ કોરોનાનો નવો એક સ્ટ્રેન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાએ સંપૂર્ણ દુનિયાને ચિંતામાં મુકી છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યુ હતુ કે, વેક્સિન (Corona Vaccine) ઉપલબ્ધ થયા બાદ એક વર્ષથી ચાલી રહેલી આ જંગ ખતમ થઈ જશે. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, નવા વર્ષનું સ્વાગત પણ કોરોનાના પ્રકોપના સામાચાર વચ્ચે જ થશે.
UKમાં મળેલા નવા સ્ટ્રેનથી અલગ
દક્ષિણ આફ્રિકા (South Africa)માં દર્દીઓની સંખ્યાની સાથે જ મોતના કેસ ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો જે નવો વેરિએન્ટ સામે આવ્યો છે, તે બ્રિટેનમાં મળેલા નવા સ્ટ્રેનથી સંપૂર્ણ અલગ છે. વૈજ્ઞાનિક આ વાતનો અભ્યાસ કરી રહ્યાં છે કે, શું Corona Vaccine આ નવા પ્રકારથી પણ સુરક્ષા પ્રદાન કરશે? જાણવા મળી રહ્યું છે કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા દ્વારા વિકસિત રસી સહિત કેટલીક અન્ય વેક્સિનનું દક્ષિણ આફ્રિકામાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે.
હજી વધી શકે છે કેસ
દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર 501.V2 તરીકે ઓળખાતા નવા સ્ટ્રેન મામલે દેશમાં સામે આવી રહેલા સંક્રમણના નવા કેસમાં મુખ્ય છે. સરકારની મંત્રી સ્તરીય સલાહકાર સમિતિના અધ્યક્ષ પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમે ચિંતા વ્યક્ત કરી છે કે હજી કંઇક કહેવું ઉતાવળ હશે, પરંતુ પ્રાથમિક આંકડાથી જાણી શકાય છે કે, સંક્રમણની બીજી લહેરમાં આ વાયરસ હાવી થઈ રહ્યો છે અને પહેલી લહેરની સરખામણીએ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં સંક્રમણના કેસ ઝડપથી કેસ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે