Baba Vanga Predictions: બાબા વેંગાની આ એક વાત સાચી પડશે તો કુદરતનો નિયમ બદલાઈ જશે, ચારેતરફ હાહાકાર મચી જશે!
Baba Vanga Predictions: બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણી કરી હતી, જો તે સાચી સાબિત થઈ તો દુનિયામાં તબાહી આવી જશે. જાણો બાબા વેંગાએ કઈ-કઈ ભવિષ્યવાણી કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Baba Vanga Ki Bhavishyavani: દેશ અને દુનિયામાં એવી ઘણી જાણીતી હસ્તીઓ છે, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન દુનિયામાં થનારી ઘટનાઓની આગાહી કરી હતી. આમાંના એક બાબા વેંગા હતા, જે પ્રસિદ્ધ ભવિષ્યવક્કાઓ માંના એક હતા. તેની આંખો દુનિયાને સારી રીતે જોઈ શકતી ન હતી, પરંતુ તેણે દેશ અને દુનિયા માટે એવી વાતો કહી જે પછીથી સાચી સાબિત થઈ. આજે આપણે બાબા વેંગા દ્વારા વર્ષ 2023 માટે કરેલી ભવિષ્યવાણી વિશે વાત કરીશું. સાથે જ તેમને એ પણ ખબર પડશે કે અત્યાર સુધી તેમની કઈ વાત સાચી સાબિત થઈ છે.
લેબમાં બાળકોનો જન્મ થશે
બાબા વેંગાએ વર્ષ 2023 માટે ખૂબ જ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારા વર્ષોમાં બાળકો માતાના ગર્ભમાંથી નહીં પરંતુ લેબમાં જન્મ લેશે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોની આ શોધને કારણે માતા-પિતા બાળકનો રંગ અને લિંગ નક્કી કરી શકશે. જો બાબા વેંગાનું આ નિવેદન સાચું પડશે તો કુદરતનો નિયમ સંપૂર્ણપણે પલટાઈ જશે અને સર્વત્ર હોબાળો થઈ શકે છે.
લાખો લોકો બીમારીની લપેટમાં આવી શકે છે
બાબા વેંગાના કહેવા પ્રમાણે, વર્ષ 2023માં આખી દુનિયા બીમારીની ઝપેટમાં આવી શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી આખી દુનિયામાં ઝેરી વાદળો ફેલાઈ શકે છે. જેના કારણે લાખો લોકો ગંભીર બીમારીની લપેટમાં આવી શકે છે.
ભારે તોફાન આવી શકે છે
બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2023માં વિશ્વના ઘણા ભાગોમાં ભારે તોફાન આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે સૂર્યમાંથી નીકળતી ઊર્જાનો વિસ્ફોટ થઈ શકે છે. તેમાંથી નીકળતા ઝેરી કિરણોત્સર્ગની અસર પૃથ્વી પર થશે જેનાથી લોકોના જીવન પર અસર થશે.
બાબા વેંગા કોના વિશે જાણો
બાબા વેંગા બલ્ગેરિયામાં રહેતી એક અંધ મહિલા હતી. 12 વર્ષની ઉંમરે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે