યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, યૂક્રેનથી પોતાનું દૂતાવાસ હટાવશે ભારત

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રલાયે યૂક્રેનમાં આવેલા પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.  

યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, યૂક્રેનથી પોતાનું દૂતાવાસ હટાવશે ભારત

નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રલાયે યૂક્રેનમાં આવેલા પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.  

વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે કે દેશના પશ્વિમી ભાગોમાં હુમલા સહિત યૂક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે યૂક્રેનમાં ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં અસ્થાયી રૂપથી શિફ્ટ કરવામાં આવશે. આગળની ઘટનાઓ વિશે સ્થિતિનો રિવ્યૂ કરવામાં આવશે. 

દૂતાવાસના ઇનપુટ જરૂરી
તમને જણાવી દઇએ કે ભારતીય દૂતાવાસ સતત પોતાના તે નાગરોકોના સંપર્કમાં છે જે ત્યાં હજુપણ ફસાયેલા છે. તો બીજી તરફ દૂતાવાસની જ મદદથી અત્યાર સુધી તમામ ભારતીયોને યુદ્ધ સ્થળથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. યૂક્રેનમાં હાલ ભારતીય દૂતાવાસ સમયાંતરે લોકો માટે એડવાઇઝરી જાહેર કરતી રહે છે, જેથી ત્યાં હાજર લોકોને ખૂબ મદદ મળે છે. 

— ANI (@ANI) March 13, 2022

યૂક્રેનમાં સતત બોમ્બમારી કરી રહ્યું છે રશિયા
રશિયા યૂક્રેનમાં સતત હુમલા કરી રહ્યું છે. હવે રશિયા પશ્વિમી ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં રશિયા પોતાની શરતો પર અડગ છે તો બીજી તરફ યૂક્રેન રશિયા સામે ઝુકવાના બદલે તેના હુમલાના જવાબ આપી રહ્યું છે. યૂક્રેનમાં ખરાબ સુરક્ષા સ્થિતિનો હવાલો આપતાં ભારત સરકારે રવિવારે યૂક્રેનના દૂતાવાસને પોલેન્ડ શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news