'પોનીટેલ' માં યુવતીને જોઈને ઉત્તેજિત થાય છે યુવકો, જાપાનની સ્કૂલોમાં લગાવાયો અજીબોગરીબ પ્રતિબંધ

જોકે, આ પ્રતિબંધ પાછળ તર્ક આપતા જણાવવામાં આવ્યું છે કે યુવતીઓની ગર્દનનો પાછલો ભાગ છોકરાઓને 'સેક્સ્યુઅલી ઉત્તેજિત' કરી શકે છે. એટલા માટે હવે ત્યાંની શાળામાં ભણતી છોકરીઓ પોનીટેલ બનાવીને શાળાએ જઈ શકતી નથી.

'પોનીટેલ' માં યુવતીને જોઈને ઉત્તેજિત થાય છે યુવકો, જાપાનની સ્કૂલોમાં લગાવાયો અજીબોગરીબ પ્રતિબંધ

Japan Banned Ponytails: જાપાનના અનેક કિસ્સાઓ તમે આજદિન સાંભળ્યા હશે, જેમાં અનેક વિચિત્ર પ્રથાઓ આજે પણ ચાલી રહી છે. ત્યારે આજે અમે તમને જાપાનની એક આશ્ચર્યજનક પ્રતિબંધ વિશે જણાવવા જઈ રહ્યા છે. જાપાનની શાળામાં ભણતી છોકરીઓ પર લાદવામાં આવેલા વિચિત્ર પ્રતિબંધ બાદ ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, તાજેતરમાં જ જાપાનમાં શાળાઓએ છોકરીઓને જાપાનમાં પોનીટેલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, આ પ્રતિબંધ કરતાં વધુ તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. શું તમે કલ્પના કરી શકો છો કે છોકરીઓની એક ચોટી એટલે કે પોનીટેલ કરવાથી પુરુષો ઉત્તેજિત થઈ શકે છે?

જોકે, આ પ્રતિબંધ પાછળ તર્ક આપતા જણાવવામાં આવ્યું છે કે યુવતીઓની ગર્દનનો પાછલો ભાગ છોકરાઓને 'સેક્સ્યુઅલી ઉત્તેજિત' કરી શકે છે. એટલા માટે હવે ત્યાંની શાળામાં ભણતી છોકરીઓ પોનીટેલ બનાવીને શાળાએ જઈ શકતી નથી.

માત્ર સફેદ રંગની અન્ડરવેર પહેરી શકે છે છોકરીઓ
જાપાનમાં આવા વિચિત્ર પ્રકારના નિયંત્રણો હોવા કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ તમામ પ્રકારના પ્રતિબંધો (Japan School Rules) લાદવામાં આવ્યા છે. 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'નો એક અહેવાલ મુજબ અહીંની ઘણી શાળાઓમાં બાળકોના મોજાની સાઈઝથી લઈને અન્ડરવેરના કલર સુધીના વિચિત્ર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એક નિયમ મુજબ અહીંની સ્કૂલમાં ભણતી છોકરીઓ માત્ર સફેદ રંગના અન્ડરવેર જ પહેરીને જ આવી શકે છે. આ સિવાય શાળામાં કોઈપણ છોકરી તેના વાળનો રંગ બદલી શકતી નથી. તેના કાળા વાળ સાથે જ શાળામાં પ્રવેશ મળે છે.

શું પોની ટેલ વધારે છે જાતીય આકર્ષણ
હકીકતમાં, વર્ષ 2020 માં યુવતીઓની પોની ટેલના નિયમને લઈને જાપાનના ફુકુઓકા વિસ્તારની ઘણી શાળાઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર પોનીટેલમાં છોકરીઓની દેખાતી ગરદન પુરુષોને ઉત્તેજિત કરે છે. એક તરફ જ્યાં શાળા આવા વિચિત્ર નિયમો લાદી રહી છે તો બીજી તરફ વહીવટીતંત્ર નિયમો જાહેર કરવા અંગે વિદ્યાર્થીઓને યોગ્ય સમજણ પણ આપતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news