UP ની જનતાને 'રિટર્ન ગીફ્ટ' આપશે BJP, હવે વૃદ્ધાવસ્થા, દિવ્યાંગજન અને નિરાશ્રિત મહિલાને બખ્ખાં!

તમને જણાવી દઈએ કે ભાજપાએ પોતાના ઘોષણા પત્રમાં ઉત્તર પ્રદેશમાં સરકાર બનશે તો વૃદ્ધાવસ્થા, દિવ્યાંગજન અને નિરાશ્રિત મહિલા પેન્શન વધારીને 1500 રૂપિયા કરી આપવાનો વાયદો કર્યો હતો.

UP ની જનતાને 'રિટર્ન ગીફ્ટ' આપશે BJP, હવે વૃદ્ધાવસ્થા, દિવ્યાંગજન અને નિરાશ્રિત મહિલાને બખ્ખાં!

લખનઉ: યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહૂમત હાંસલ કરી લીધો છે. હવે ઉત્તર પ્રદેશની જનતાને ભાજપ રિટર્ન ગીફ્ટ આપવાની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં નવી સરકાર બનતા જ ગરીબોનું પેન્શન વધારવામાં આવશે. તેમાં વૃદ્ધાવસ્થા, નિરાશ્રિત મહિલાઓ અને દિવ્યાંગજન પેન્શનના લગભગ એક કરોડ લાભાર્થીઓ સામેલ છે. સરકાર હવે એક હજાર રૂપિયાના બદલે 1500 રૂપિયા પ્રતિ મહિને પેન્શન આપશે. તેના પર સરકારને દર વર્ષે લગભગ 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

ગરીબ કન્યાઓની સંભાળ
સરકાર ગરીબ કન્યાઓના સામૂહિક વિવાદમાં ખર્ચ થનાર રકમને પણ વધારશે. હવે ગરીબ કન્યાઓને 51 હજારના બદલે એક લાખ રૂપિયા ખર્ચ પેટે આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપાએ પોતાના ઘોષણા પત્રમાં ઉત્તર પ્રદેશમાં સરકાર બનશે તો વૃદ્ધાવસ્થા, દિવ્યાંગજન અને નિરાશ્રિત મહિલા પેન્શન વધારીને 1500 રૂપિયા કરી આપવાનો વાયદો કર્યો હતો. રાજ્યમાં ચૂંટણીના થોડાક મહિનાઓ પહેલા જ યોગી આદિત્યનાથ સરકારે તેમની પેન્શન 500 રૂપિયાથી વધારીને એક હજાર રૂપિયા દર મહિને કરવામાં આવ્યું હતું. હવે નવી સરકાર બનતા જ પેન્શનની રકમ હજું વધી જશે. 

એક કરોડ લોકોને મળશે લાભ
સરકારના આ નિર્ણયથી લગભગ 1 કરોડ લાભાર્થીઓને લાભ મળશે. તેમાં 56 હજાર વૃદ્ધાવસ્થા, 11 લાખ દિવ્યાંગજન અને 31 લાખથી વધારે નિરાશ્રિત મહિલા પેન્શનના લાભાર્થી છે. ભાજપાના આ સંકલ્પને સાકાર કરવા માટે સમાજ કલ્યાણ વિભાગ જોડાઈ ગયો છે. વિભાગ હવે તે ગણતરીમાં લાગ્યો છે કે પેન્શનની ધનરાશિ વધારવા માટે હજુ કેટલા વધુ રકમની જરૂરિયાત રહેશે.

200થી વધુ VVIP ની લિસ્ટ તૈયાર
બીજી બાજુ, હોળી બાદ થનાર યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. લખનઉના અટલ બિહારી બાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં થનાર આ સમારોહમાં 45 હજાર લોકો સામેલ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે 200થી વધુ VVIPની યાદી તૈયાર કરવામાં આવી છે. શપથ સમારોહમાં વિપક્ષના નેતાઓને પણ નિમંત્રણ આપવામાં આવશે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી સહિત વિપક્ષના ઘણા નેતાઓને આમંત્રિત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news