બ્રિટનમાં બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ, 12થી 15 વર્ષના શાળાના બાળકોને લગાવવામાં આવી રહી છે વેક્સીન

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે આ સપ્તાહે પોતાને ત્યાં સ્કૂલમાં વેક્સિનેશનની શરૂઆત કરી, જ્યારે વેલ્સ (Wales) અને ઉત્તરી આયર્લેન્ડ (Northern Ireland) માં આગામી સપ્તાહે આ ઉંમર વર્ગના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.
 

બ્રિટનમાં બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ, 12થી 15 વર્ષના શાળાના બાળકોને લગાવવામાં આવી રહી છે વેક્સીન

લંડનઃ બ્રિટન (Britain) માં હવે સ્કૂલે જતા 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન (Vaccine) લગાવવામાં આવી રહી છે. દેશની સ્વાસ્થ્ય સેવાએ વેક્સીનેશન પ્રોગ્રામ (Vaccination in Britain) ના નવા વિસ્તારના રૂપમાં સોમવારે 12-15 ઉંમર વર્ગના શાળાના બાળકોને કોવિડ વેક્સીન  (Covid Vaccine) લગાવવાનું શરૂ કરી દીધું છે. પાછલા સપ્તાહે બ્રિટનના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા બાળકોના વેક્સીનેશન માટે ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઉંમર વર્ગના લગભગ 30 લાખ બાળકોને ફાઇઝર-બાયોએનટેક વેક્સીનનો (Pfizer/BioNTech vaccine) એક ડોઝ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. 

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે આ સપ્તાહે પોતાને ત્યાં સ્કૂલમાં વેક્સિનેશનની શરૂઆત કરી, જ્યારે વેલ્સ (Wales) અને ઉત્તરી આયર્લેન્ડ (Northern Ireland) માં આગામી સપ્તાહે આ ઉંમર વર્ગના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ, આજથી 12-15 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થતું જોવું ઉત્સાહજનક છે. આ અમારી યુવાઓને કોવિડથી બચાવવા અને તેના શિક્ષણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઓછી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, વેક્સીને લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને સંક્રમણ દરમાં ઘટાડો કર્યો છે. 

કોવિડ બૂસ્ટર ડોઝ પણ લોકોને લાગશે
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા  (NHS) એ કહ્યું કે, આ સપ્તાહે દેશભરમાં હજારો શાળાઓમાં વેક્સીનેશનની શરૂઆત થશે. સાથે આ સપ્તાહે 50થી વધુ ઉમર વર્ગના યોગ્ય લોકોને કોવિડ બૂસ્ટર (Covid Booster) માટે પણ બોલાવવામાં આવશે, જેથી તેને ત્રીજો ડોઝ આપી શકાય. NHS કોવિડ-19 વેક્સીનેશન પ્રોગ્રામ માટે GP અને ડેપ્યુટી લીડ નિક્કી કનાનીએ કહ્યું- સરકારના નિર્ણય બાદ અને NHS કોવિડ-19 વેક્સીનેશન પ્રોગ્રામની સફળતાને જોતા હવે અમે આગામી દિવસોમાં અનેક શાળાઓમાં વેક્સીનેશન કરવાનો નિર્ણય કર્યો છે. NHS એ અત્યાર સુધી 7.7 કરોડથી વધુ ડોઝ લગાવ્યા છે. 

સ્કૂલ એઝ ઇમ્યૂનાઇઝેશન સર્વિસ હેઠળ થશે વેક્સીનેશન
નિક્કી કાનાણીએ કહ્યું, રસી સલામત અને અસરકારક છે અને હું પરિવારોને તેમની શાળા આધારિત રસીકરણ ટીમ સાથે નજીકથી કામ કરવા વિનંતી કરીશ. જેથી તેઓ તેમના પરિવારજનોને રસી આપી શકે. એનએચએસએ જણાવ્યું હતું કે ફલૂ અને એચપીવી રસીની જેમ કોવિડ -19 રસીનું વિતરણ સ્થાનિક 'સ્કૂલ એજ ઇમ્યુનાઇઝેશન સર્વિસીસ' (એસએઆઇએસ) દ્વારા કરવામાં આવશે, જે તમામ પાત્ર બાળકોને ઓળખવા માટે શાળાઓ સાથે કામ કરશે. ઇંગ્લેન્ડની શાળાઓમાં રસીકરણને ધ્યાનમાં રાખીને, માતાપિતા અને વાલીઓને કોવિડ -19 રસીકરણ વિશે માહિતી સાથે સંમતિ ફોર્મ મોકલવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news