કેનેડામાં અભ્યાસ માટે ભારતીયોને 60ના બદલે 45 દિવસમાં મળશે સ્ટૂડન્ટ વિઝા
બસ શરત એ છે કે વિદ્યાર્થીઓને પહેલાં જણાવવું પડશે કે તેમની પાસે પુરાતા નાણાંકીય સંશાધન અને ભાષાકીય સ્કીલ છે. ત્યારબાદ જ તે એસડીએસ હેઠળ કેનેડામાં અભ્યાસ કરવા લાયક બની શકશે.
Trending Photos
ટોરેન્ટો: કેનેડાએ ભારત અને ત્રણ અન્ય દેશો માટે સ્ટૂડન્ટ વિઝાના નિયમોમાં ઢીલ આપી છે. તેની પ્રોસેસિંગમાં લાગનાર સમય ઓછો કરી દીધો છે. તાજેતરમાં જ નવા પોગ્રામ સ્ટૂડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) હેઠળ પ્રોસેસિંગ ટાઇમ ઘટાડીને 45 દિવસમાં જ સ્ટૂડન્ટ વિઝા મળી શકશે. પહેલાં તેમાં 60 દિવસનો સમય લાગતો હતો. ભારત ઉપરાંત વિઝા નિયમોમાં ઢીલ જે દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તેમાં ચીન, વિયતનામા અને ફિલિપાઇન્સ સામેલ છે. બસ શરત એ છે કે વિદ્યાર્થીઓને પહેલાં જણાવવું પડશે કે તેમની પાસે પુરાતા નાણાંકીય સંશાધન અને ભાષાકીય સ્કીલ છે. ત્યારબાદ જ તે એસડીએસ હેઠળ કેનેડામાં અભ્યાસ કરવા લાયક બની શકશે.
કેનેડાના ઇમિગ્રેશન વિભાગ રિફ્યૂજીજ એન્ડ સિટીજનશિપ કેનેડા (આઇઆરસીસી)ના એક નિવેદન અનુસાર આ પહેલાં સ્ટૂડન્ટ પાર્ટનર્સ પોગ્રામ (એસપીપી) હેઠળ વિઝા મેળવવાની પ્રક્રિયા થોડી લાંબી હતી. દસ્તાવેજ પણ વધુ લાગતા હતા. કેનેડાની ચાલીસથી વધુ કોલેજોમાં અભ્યાસ માટે વીઝા મળતા હતા. પરંતુ જૂનની શરૂઆતથી લાગૂ થયેલા એસડીસ પ્રોગ્રામ હેઠળ સ્ટૂડન્ટ બધા ડેજિગ્નેટેડ લર્નિંગ ઇંસ્ટીટ્યૂટ્સમાં કોલેજ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
2017માં 83,410 ભારતીયો વિદ્યાર્થીને વિઝા આપ્યા
કેનેડા સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે બ્રિટિશ સરકારે ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના સરળ નિયમોના દાયરામાંથી બહાર કરી દીધા છે. બ્રિટન અને અમેરિકામાં સંરક્ષણવાદ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં કેનેડા જનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. કેનેડાએ 2017માં 83,410 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ પહેલાં ગત વર્ષની તુલનામાં 58% ટકા વધુ છે. જોકે હાલ એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે શિક્ષણ દ્રિપક્ષીય સહયોગનું એક મુખ્ય ક્ષેત્ર છે.
ભારત-કેનેડાએ 2010માં કર્યો હતો કરાર:
શિક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ માટે ભારત અને કેનેડાએ જૂન 2010માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેના હેઠળ વિદ્યાર્થી અને ફેકલ્ટી એક્સચેંજ, રિસર્ચ અને કરિકુલમ ડેવલોપમેંટ, એકબીજા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સને માન્યતા આપવાનું સામેલ છે.
સુપર વિઝા નિયમોમાં પણ આપી ઢીલ
કેનેડા સરકરે તાજેતરમાં જ સુપર વિઝા નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. તેના હેઠળ દરેક સ્ટે વધુ 2 વર્ષ અને તેની સાથે એક વર્ષની એક્સટેંશન મળી શકશે. પહેલીવાર કેનેડા જતાં બે વર્ષનો સ્ટે મળી શકે છે. ત્યારબાદ છ મહિનાનો સ્ટે અને પછી છ મહિનાનું એક્સટેંશન મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે