પાકિસ્તાનમાં અફઘાની રાજદૂતની પુત્રીનું અપહરણ, કલાકો સુધી ટોર્ચર કરી છોડવામાં આવી
આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ તીવ્ર બની ગયો છે. આ ઘટના બાદ તે સવાલ ઉભો થઈ ગયો છે કે ક્યાંક અફઘાન સરકાર પર દબાવ બનાવવા માટે તો પાકિસ્તાને આવી હરકત કરી નથીને.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકી સેનાની રવાનગી બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અફઘાનિસ્તાન પાકિસ્તાન પર દેશમાં અસ્થિરતા અને હિંસા માટે જવાબદાર તાલિબાનની મદદનો આરોપ લગાવી રહ્યું છે. તો આ વચ્ચે પાકિસ્તાનમાં અફઘાન રાજદૂત નજીબુલ્લાહ અલીખીલની પુત્રીનું ઇસ્લામાબાદથી અપહરણ કરી ટોર્ચર કરવાના સમાચાર છે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ તીવ્ર બની ગયો છે. આ ઘટના બાદ તે સવાલ ઉભો થઈ ગયો છે કે ક્યાંક અફઘાન સરકાર પર દબાવ બનાવવા માટે તો પાકિસ્તાને આવી હરકત કરી નથીને.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યું- પાકિસ્તાનમાં અફઘાનિસ્તાની રાજદૂત નજીબુલ્લાહ અલીખીલની પુત્રી સિલસિલા અલીખીલનું અપહરણ ઇસ્લામાબાદ સ્થિત તેના ઘરે પરત ફરતા સમયે કરી લેવામાં આવ્યું. અપહરણ કર્યા બાદ સિલસિલાનું કલાકો સુધી ટોર્ચર કરવામાં આવ્યું, પરંતુ અપહરણકર્તાઓએ બાદમાં તેને જવા દીધી. તેને સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Daughter of Afghan Ambassador in Pakistan was released after being kidnapped, says Pak Media
— ANI (@ANI) July 17, 2021
અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરતા પાકિસ્તાન સરકાર પાસે પોતાના રાજદ્વારીઓ અને પરિવારજનોની સુરક્ષા નક્કી કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- અમે આ જધન્ય અપરાધની નિંદા કરીએ છીએ અને પાકિસ્તાનના મિશનમાં તૈનાત અમારા રાજદ્વારીઓ, કર્મચારીઓ અને તેના પરિવારજનોની આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષા નક્કી કરવાની માંગ કરીએ છીએ.
મંત્રાલયે આગળ કહ્યું કે અમે પાકિસ્તાનની સરકારની સામે આ મામલાને ઉઠાવવા જઈ રહ્યાં છીએ અને તપાસ બાદ આ કૃત્યમાં સામેલ લોકોને સજા આપવાની માંગ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે